• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Himatnagar
  • Himatnagar - પર્યુષણ પર્વના બીજા દિવસે પાંચ કર્તવ્યોનું હ્ય્દય સ્પર્શી ઉદ્દબોધન

પર્યુષણ પર્વના બીજા દિવસે પાંચ કર્તવ્યોનું હ્ય્દય સ્પર્શી ઉદ્દબોધન

શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘમાં પૂ. પન્યાસ પ્રવર સુંદર વિજયજી પધાર્યા જીવનમાં ક્ષમા એ જ શ્રેષ્ઠ આભૂષણ અને...

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 04:01 AM
Himatnagar - પર્યુષણ પર્વના બીજા દિવસે પાંચ કર્તવ્યોનું હ્ય્દય સ્પર્શી ઉદ્દબોધન
હિંમતનગર શહેરના મહાવીરનગરમાં સોસાયટીનગર જૈનશ્વેતાંબર મૂર્તીપૂજક સંઘના શાંતિનાથ દેરાસરમાં પધારેલ પૂ. પન્યાસ પ્રવર શ્રી સત્ય સુંદર વિજયજીએ પર્યુષણ પર્વના બીજા દિવસે પાંચ કર્તવ્યોનુ હ્રદયસ્પર્શી પ્રવચન કરી ક્ષમા સૌથી મહત્વનુ કર્તવ્ય અને તમામને જોડનારુ કર્તવ્ય હોવાનુ જણાવ્યુ હતું.

શહેરના સોસાયટીનગર જૈન શ્વેતાબંર મૂર્તીપૂજક સંઘમાં પધારેલા રાજ પ્રતિબોધક પ.પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ વિજય રત્ન સુંદર વિજયજીએ પર્યુષણ પર્વના બીજા દિવસે પર્યુષણ પર્વના કર્તવ્યો વિશે સમજ આપતુ હ્રદય સ્પર્શી ઉદ્દબોધન કર્યુ હતુ઼. અમારી પ્રવર્તન - અહિંસાનુ પાલન, સાધર્મિક ભક્તિ, ચૈત્ય પરીપાઠી- બધા જ જીનાલયના દર્શન, અઠ્ઠમનુતપ- ત્રણ દિવસના ઉપવાસ અને ક્ષમાપન એમ પાંચ કર્તવ્યોનુ ઉદાહરણ સાથે તેમણે સંબોધન કર્યુ હતુ઼. ક્ષમાપના પર વિશેષ ભાર મૂકતા જણાવ્યુ હતુ કે ક્ષમાપના માત્ર મનુષ્ય માટે નથી પરંતુ તમામ જીવ માટે છે આપણાથી કોઇ પણ જીવને હાની પહોંચી હોય દુ:ખ થયુ હોય, ઠેસ પહોંચી હોય તો ક્ષમા માંગવાથી અને કોઇનાથી સ્વયંને હાનિ પહોંચી હોય ઠેસ પહોંચી હોય દુ:ખ થયુ હોય તો તેને પણ ક્ષમા આપવાથી જોડવાનુ કામ થાય છે. જીવનમાં ક્ષમા એ જ શ્રેષ્ઠ આભૂષણ અને કર્તવ્ય છે. શહેરના શ્વેતાંબર જૈન સમુદાય પર્યુષણ મહાપર્વ દરમિયાન પૂજ્યશ્રીની દિવ્ય વાણીનો લ્હાવો લઇ રહ્યો છે.

મૂર્તીપૂજક સંઘમાં પધારેલા પ.પૂ. આચાર્ય વિજય રત્ન સુંદર વિજયજી

X
Himatnagar - પર્યુષણ પર્વના બીજા દિવસે પાંચ કર્તવ્યોનું હ્ય્દય સ્પર્શી ઉદ્દબોધન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App