Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Himatnagar » Himatnagar - મગફળી અને કપાસમાં વાદળછાયા વાતાવરણને કારણે મીલીબગ, ઇયળ,ચૂસીફા જીવાતનો ખતરો

મગફળી અને કપાસમાં વાદળછાયા વાતાવરણને કારણે મીલીબગ, ઇયળ,ચૂસીફા જીવાતનો ખતરો

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 04:01 AM

ભાસ્કર િવશેષ | બંને જિલ્લાના સવા લાખ હેક્ટરમાં થયેલા બંને પાકના વાવેતરમાં રોગ નિયંત્રણ જરૂરી બન્યું

  • Himatnagar - મગફળી અને કપાસમાં વાદળછાયા વાતાવરણને કારણે મીલીબગ, ઇયળ,ચૂસીફા જીવાતનો ખતરો
    સાબરકાંઠા જિલ્લામાં ખરીફ સિઝનમાં મુખ્યત્વે કપાસ અને મગફળીનંુ વાવેતર થાય છે. રોકડીયા પાક ગણાતા બંને પાક પર સતત વાદળછાયા વાતાવરણને કારણે મીલીબગ, ગુલાબી ઇયળ, ચૂસીફા જીવાત સહિતનો ખતરો તોળાઇ રહ્યો છે. જેના કારણે રોગ નિયંત્રણ જરૂરી બની રહ્યુ છે.

    સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે કપાસ અને મગફળીનું સવા લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યુ છે. પરંતુ વરસાદ ખેંચાવા સહિત સતત વાદળછાયા વાતાવરણને કારણે કપાસમાં મીલીબગ તથા ગુલાબી ઇયળ અને મગફળીના પાકમાં મોલો, તડતડીયા, થ્રીપ્સ પાન કથીરી જેવી ચૂસીફા જીવાતનો ખતરો તોળાઇ રહ્યો છે.

    ખેતીવાડી અધિકારી વી.કે. પટેલે જણાવ્યુ હતુ કે, કપાસમાં ગુલાબી ઇયળના ઉપદ્રવને નાથવા નરફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરામેન ટ્રેપ હેક્ટરે પાંચની સંખ્યામાં ગોઠવ્યા બાદ ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં 8 કે તેથી વધુ ફૂદા પકડાયતો ટ્રેપની સંખ્યા હેક્ટરે 40 કરવી અને ટ્રેપની લ્યુર દર 21 દિવસે બદલવી તદ્દપરાંત આ જીવાતના ઇંડાના નાશ માટે ટ્રાયકોગ્રામા બેક્ટરી નામની પરભક્ષી ભમરીઓ પ્રતિ હેક્ટર દોઢલાખના પ્રમાણમાં છોડવી તથા ફૂલભભરી, જીંડવા, ફૂલ પૈકી છૂટા છવાયા 20 છોડમાં પાંચમા ગુલાબી ઇયળની હાજરી મળે તો કીટનાશક દવાનો છંટકાવ કરવો જોઇએ.

    મગફળીના જીવાતના ઉપદ્રવને નિયંત્રણમાં લેવા ડાયમીથોઅેટ 10 મીલી અથવા મીથાઇલ -ઓ - ડીમેટોન 10 મીલી અથવા ઇમીડાકલોપ્રીડ 4 મીલી સહિતની દવાઓનો 10 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો હિતાવહ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending