Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Himatnagar » Himatnagar - જિલ્લા સેવા સદનમાં દિવ્યાંગો માટેના ખાસ શૌચાલય જ બીનઉપયોગી બન્યાં

જિલ્લા સેવા સદનમાં દિવ્યાંગો માટેના ખાસ શૌચાલય જ બીનઉપયોગી બન્યાં

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 04:01 AM

પાણી પણ આવતુ નથી, બેસી પણ ન શકાય તેવી શૌચાલય

  • Himatnagar - જિલ્લા સેવા સદનમાં દિવ્યાંગો માટેના ખાસ શૌચાલય જ બીનઉપયોગી બન્યાં
    હિંમતનગર સ્થિત જિલ્લા સેવા સદનના દરેક બ્લોકમાં શૌચાલય બનાવાયા બાદ કેટલીક જગ્યાએ વાૅશબેસીનમાં નળ નથી તો મોટાભાગના શૌચાલયમાંથી નળની ચકલીઅો ગાયબ થઇ ગઇ છે. ખાસ કરીને દિવ્યાંગો માટે ખાસ બનાવાયેલ શૌચાલયમાં ડબલ્યુ. સી.ની ઉંચાઇ પોણા બે ફૂટથી વધુ હોઇ તથા તેમાં પણ પાણી આવતુ ન હોઇ બીનઉપયોગી બની રહ્યુ છે.

    જિલ્લા સેવા સદનમાં તમામ બ્લોકમાં શૌચાલય બનાવાયા છે તે પૈકી સમાજ સુરક્ષા કચેરીની દક્ષિણ દિશાએ દિવ્યાંગો માટે ખાસ બનાવાયેલ શૌચાલયમાં મૂકવામાં આવેલ ટબની ઉંચાઇ દિવ્યાંગોને બેસવા - ઉઠવામાં સમસ્યારૂપ બની રહી છે પોણા બે ફૂટથી વધુ ઉંચાઇને કારણે દિવ્યાંગો તેનો ઉપયોગ કરી શકે તેમ નથી તદ્દપરાંત તેમાં પાણીના નળ જ મૂકવામાં આવ્યા નથી. પાઇપલાઇનનુ કનેક્શન જ કાઢી નાખવામાં આવ્યુ છે દિવ્યાગોને શૌચાલયનો ઉપયોગ કરવો હોય તો કેવી રીતે કરે તે સમસ્યા બની રહી છે. જનરલ પબ્લીક શૌચાલયોની પણ આ જ સ્થિતિ છે વૉશબેસીનમાં નળ જ નથી રહ્યા તો કેટલાક વૉશબેસીન બનાવ્યા ત્યારથી જ નળને તરસી રહ્યા છે.

    પાણીની પાઇપ જ નથી. બેસી પણ ન શકાય તેવી સ્થિતિ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending