• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Himatnagar
  • Himatnagar - ઇલોલમાં અાંગણવાડી ભૂલકા ગરનાળુ ન હોઇ વાંધામાંથી પસાર થવા મજબૂર

ઇલોલમાં અાંગણવાડી ભૂલકા ગરનાળુ ન હોઇ વાંધામાંથી પસાર થવા મજબૂર

ઇલોલની આંગણવાડીના ભૂલકાઓ ગરનાળાના અભાવે વાંધામાંથી પસાર થવા મજબૂર બની રહ્યા હોવાથી ગરનાળુ બનાવવા ગ્રામ...

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 04:01 AM
Himatnagar - ઇલોલમાં અાંગણવાડી ભૂલકા ગરનાળુ ન હોઇ વાંધામાંથી પસાર થવા મજબૂર
ઇલોલની આંગણવાડીના ભૂલકાઓ ગરનાળાના અભાવે વાંધામાંથી પસાર થવા મજબૂર બની રહ્યા હોવાથી ગરનાળુ બનાવવા ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવામાં આવી હતી.

હિંમતનગરના ઇલોલમાં પાણીની ટાંકી પાછળ આવેલ આંગણવાડી કેન્દ્રમાં જવા માટે નાના ભૂલકાઓને વાંઘામાંથી પસાર થવુ પડતુ હોવાથી બાજુમાં આવેલ ઝાડી ઝાંખરવાળી 3 ફૂટની જગ્યામાંથી પસાર થવુ પડતા પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતા સરકારી તંત્ર દ્વારા કોઇ નિરાકરણ નહીં આવતા અને 6 થી 8 ફૂટના વાઘામાંથી પસાર થતા નાના ભૂલકાઓને ઝાડી ઝાંખરમાંથી કોઇ ઝેરી જાનવર કે જીવજંતુ કરડવાના ભયને પગલે ગ્રામ પંચાયત સરપંચ અને તલાટી દ્વારા સ્થળ ઉપર મુલાકાત લઇ તપાસ હાથ ધરી આંગણવાડીના નાના ભૂલકાઓને પડતી હાલાકી અંતર્ગત સત્વરે ગરનાળુ બનાવી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માગ સાથે રજૂઆત કરાઇ હતી.

X
Himatnagar - ઇલોલમાં અાંગણવાડી ભૂલકા ગરનાળુ ન હોઇ વાંધામાંથી પસાર થવા મજબૂર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App