Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Himatnagar » Himatnagar - ભેટાલી નજીક બાઇક પર આવેલા બે શખ્સો માતા-પુત્રીને લૂંટી ફરાર

ભેટાલી નજીક બાઇક પર આવેલા બે શખ્સો માતા-પુત્રીને લૂંટી ફરાર

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 03:25 AM

ટૂ વ્હીલર બંધ પડતા બંને રસ્તામાં ઉભા રહ્યા હતા રાત્રે નવ વાગ્યે રૂ.19 હજાર અને મોબાઇલની લૂંટ ચલાવી

  • Himatnagar - ભેટાલી નજીક બાઇક પર આવેલા બે શખ્સો માતા-પુત્રીને લૂંટી ફરાર
    હિંમતનગરના મહેતાપુરામાં રહેતી માતાને શ્વાસની બિમારી હોઇ ઇડર હોસ્પિટલમાં બતાવી પરત ફરવા દરમિયાન રાત્રે નવેક વાગ્યે પ્લેઝર બંધ થઇ જતા ભેટાલી ગામ નજીક ઉભા રહેતા સામેની બાજુથી આવેલ બે શખ્સો માતા પુત્રીની પાસેથી રૂ. 19 હજાર રોકડા અને મોબાઇલની લૂંટ ચાલવી ફરાર થઇ ગયા હતા.

    અમદાવાદ સિવિલના ડેન્ટલ વિભાગમાં લેબ ટેકનીશ્યન તરીકે ફરજ બજાવતા ડો/ઓ જશુભાઇ લલ્લુભાઇ પંડ્યા રજા હોઇ હિંમતનગર ઘેર હતા. તેમની મમ્મીને શ્વાસની બિમારી હોઇ સારવાર અર્થે ઇડર લઇ ગયા હતા અને આઠેક વાગ્યે કાજલબેન અને અંબાબેન પરત ફરી રહ્યા હતા ત્યારે ભેટાલી નજીક તેમનુ પ્લેઝર બંધ થઇ જતા બંને રોડની સાઇડમાં ઉભા હતા. ત્યાર સામેના ભાગમાં બાઇક ઉભુ રાખી 25 થી 30 વર્ષના બે ઇસમો નજીક આવ્યા હતા અને પ્લેઝરને ધક્કો મારી માતા પુત્રી સાથે ઝપાઝપી કરી નીચે પાડી દીધા હતા અને અંબાબેનનું રૂ. 19 હજાર ભરેલ પર્સ તથા કાજલબેનનો મોબાઇલ લૂંટી લઇ ફરાર થઇ ગયા હતા. દરમિયાન કાજલબેને બાઇકનો નંબર જોતા સી.એમ.-3247 નંબર વાચી શક્યા હતા આગળની સિરિઝ વાંચી શક્યા ન હતા. જાદર પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending