Home » Uttar Gujarat » Latest News » Himatnagar » Himatnagar - ડ્રોનની મદદથી સા. કાં. માં રેતી ચોરી કરતાં ત્રણ ટ્રેક્ટર ઝડપાયા

ડ્રોનની મદદથી સા. કાં. માં રેતી ચોરી કરતાં ત્રણ ટ્રેક્ટર ઝડપાયા

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 03:24 AM

મહેસાણામાં પણ એક હીટાચી સીઝ કરાયું

  • Himatnagar - ડ્રોનની મદદથી સા. કાં. માં રેતી ચોરી કરતાં ત્રણ ટ્રેક્ટર ઝડપાયા
    સાબરકાંઠામાંથી પસાર થતી નદીઓમાંથી રેતી ચોરીને લઇ ખાણ ખનિજ વિભાગ દ્વારા ડ્રોનનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન સરોલી અને ખેડબ્રહ્માના કાલ્લેકાથી 3 ટ્રેક્ટર રેતી ચોરી કરતાં ઝડપી પાડવામાં આવ્યા હતા.

    ખાણ ખનિજ અધિકારી જે.એચ. પટેલે જણાવ્યુ કે,સાબરમતી નદીમાંથી સરોલી ગામ નજીક અને ખેડબ્રહ્મા તાલુકાના કાલ્લેકા ગામ નજીક ડ્રોન ઉડાડી તપાસનો પ્રયાસ કરવા દરમિયાન રેતી ચોરી કરતા ત્રણ ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યા હતા. મહેસાણાનો પણ ચાર્જ સંભાળતા જે.એમ. પટેલે જણાવ્યુ કે,મહેસાણા જિલ્લામાં પણ એક હીટાચી સીઝ કરી રૂ. 31 લાખનો દંડ કરવામાં આવ્યો છે. ચોમાસાની સિઝન બાદ વાતાવરણ ચોખ્ખુ થતા ડ્રોનના ઉપયોગનો વ્યાપ વધારવામાં આવનાર હોવાનુ તેમણે ઉમેર્યુ હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ