• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Himatnagar
  • Himatnagar અંબાજી જતાં પદયાત્રીઓની સુવિધા માટે હિંમતગનરના બ્રિજ ઉપર લાઇટ ચાલુ કરો

અંબાજી જતાં પદયાત્રીઓની સુવિધા માટે હિંમતગનરના બ્રિજ ઉપર લાઇટ ચાલુ કરો

Himatnagar - અંબાજી જતાં પદયાત્રીઓની સુવિધા માટે હિંમતગનરના બ્રિજ ઉપર લાઇટ ચાલુ કરો

DivyaBhaskar News Network

Sep 15, 2018, 03:24 AM IST
હિંમતગનર / મોડાસા/પુંસરી/ પ્રાંતિજ ૂ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળો 19 થી 25 સપ્ટેમ્બર સુધી ભક્તોનો મહાકુંભ યોજાઈ રહ્યો છે ત્યારે હિંમતગનરના નવા બની રહેલા બ્રિજ પર યાત્રીકોની સુવિધા માટે લાઇટ શરૂ કરવા માંગ કરાઇ હતી. અંબાજી જતાં પદયાત્રીઓનુ હાલ અરવલ્લીમાં આગમન થયું છે. જ્યારે સાબરકાંઠામાં ઠેર-ઠેર વિસામાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

પદયાત્રીઓનું અરવલ્લીમાં આગમન, સા.કાં.માં વિસામાની તૈયારી

અરવલ્લી અને સાબરકાંઠામાંથી જતાં પદયાત્રાની સુવિધા મળે તે માટે ઠેર-ઠેર વિસામાની તૈયાર થઇ રહી છે. હાલ અરવલ્લીમાં પદયાત્રીઓનું આગમન થયુ છે. જ્યારે સાબરકાંઠામાં પદયાત્રીઓ માટે વિસામા કેમ્પનું આયોજન શરૂ કરી દેવાયું છે.

ચા / નાસ્તા / કઢી / ખીચડી / રાત્રી રોકાણ તેમજ મેડિકલ કેમ્પ સાથે વિસામાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હિંમતગનરમાં હિન્દૂ યુવા વાહીની, પ્રાંતિજ ને.હા-8 પર, રણાસણથી હિંમતનગરના માર્ગ ઉપર વિસામાની તૈયારી આખરી ઓપ અપાયો હતો. હિંમતનગરમાં હાથમતી બ્રીજનુ નવીનીકરણનું કામ ચાલુ છે જેના પર લાઇટો લગાવવા સાનીયા હૂસેન દિવાને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી .

રણાસણથી હિંમતનગરના માર્ગ ઉપર વિસામાની તૈયારી આખરી ઓપ.

X
Himatnagar - અંબાજી જતાં પદયાત્રીઓની સુવિધા માટે હિંમતગનરના બ્રિજ ઉપર લાઇટ ચાલુ કરો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી