હિંમતનગર સિવિલમાં ડાયાલીસીસ સુવિધા શરૂ કરાઇ

ભાસ્કર િવશેષ | જૂના બિલ્ડીંગમાં અનેક સમસ્યાઓ નડતી હતી : મૂવેબલ ડાયાલીસીસ મશીનની સુવિધા પણ પ્રાપ્ત થશે

DivyaBhaskar News Network | Updated - Sep 07, 2018, 03:05 AM
Himatnagar - હિંમતનગર સિવિલમાં ડાયાલીસીસ સુવિધા શરૂ કરાઇ
હિંમતનગર શહેરના જૂના સીવીલ હોસ્પીટલ કેમ્પસમાંથી ગુરૂવારે કીડની ડાયાલીસીસ સેન્ટરનુ જીએમઇઆરઅેસ સીવીલ હોસ્પીટલમાં શીફટીંગ કરવામાં આવતા સેન્ટ્રલ અેસી. કેમ્પસમાં વધુ જગ્યામાં કીડનીના દર્દીોઓને ઇમરજન્સી સારવાર સહિતની સુવિધાઓ મળી રહેશે અને સાબરકાંઠા - અરવલ્લી જિલ્લાના દર્દીઓને દૂર નહી જવુ પડે.

હિંમતનગર સ્થિત જૂના સીવીલ હોસ્પીટલમાં ડાયાલીસીસ સેન્ટરમાં જગ્યા પણ ઓછી પડતી હતી અને તમામ સ્ટાફ જીએમઇઆરઅેસ સીવીલ હોસ્પીટલમાં શીફ્ટ થઇ ગયો હોવાથી ઇમરજન્સીના સંજોગોમાં દોડધામ મચી જતી હતી. તદ્દપરાંત ચેપી અને બીનચેપી દર્દીઓનુ ડાયલાસીસ સાથે જ કરવુ પડતુ હતુ઼. એ.સી.ની પણ સમસ્યા હતી. જીએમઇઆરએસ સીવીલ હોસ્પીટલના સુપ્રીટેન્ડન્ટ ર્ડા. જે.એમ.ઉપેરીયાના પ્રયાસોને રાજ્યના આરોગ્ય વિભાગે હકારાત્મક પ્રતિસાદ આપતાં સીમ્બાયોસીસ હેલ્થ કેર ફાઉન્ડેશનના સહયોગથી ગુરુવારે હિંમતનગર સ્થિત નવી સિવીલ હોસ્પિટલમાં ચોથા માળે બ્લોક નં.8માં સેન્ટ્રલી એસી ડાયાલીસીસ સેન્ટરનો દર્દીના પરીવારજનો ધ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ર્ડા. જયન્ત ઉપેરીયાએ વધુ માહીતી આપતા જણાવ્યુ હતુ કે હાલમાં 125 દર્દીઓ ડાયાલીસીસ સુવિધા મેળવી રહ્યા છે અને ડાયાલીસીસ સેન્ટરમાં કુલ 11 ડાયાલીસીસ મશીન કાર્યરત છે અને 20 મશીનની સુવિધા માટે પ્રયાસ થઇ રહ્યા છે. અત્યારે ત્રણ - ત્રણ ચાર - ચાર શીફ્ટમાં ડાયાલીસી કરવામાં આવી રહ્યુ છે ડાયાલીસીસ મશીનની સંખ્યા વધતા દર્દીઓની અનૂકૂળતા પણ સચવાશે અને દર્દીના વીકલી સીટીંગમાં ફેરફાર ન થતા આયુષ્ય પણ લંબાવી શકાશે. તેમણે ઉમેર્યુ હતુ કે સીમ્બાયોસીસ હેલ્થકેર ફાઉન્ડેશન ધ્વારા મુવેબલ કીડની ડાયાલીસીસ મશીનની સુવિધા માટે પણ તજવીજ હાથ ધરાઇ છે. હલન ચલન ન કરી શકતા દર્દીઅો માટે તે આર્શીવાદ રૂપ બની રહેશે. ડાયાલીસીસ સેન્ટર શીફ્ટ થવાથી સૌથી મોટો ફાયદો એ થશે કે ફીઝીશ્યન, ગાયનેક, કન્સલ્ટન્ટ, લેબોરેટરી સહિતની તમામ ઇમરજન્સી સેવાઓ એક ફ્લોર પર મળી રહેશે અને ડાયાલીસીસ દરમિયાન દર્દીના તમામ ડેટાનુ દર કલાકે કોમ્પ્યુરાઇઝડ મોનીટરીંગ થઇ શકશે.

X
Himatnagar - હિંમતનગર સિવિલમાં ડાયાલીસીસ સુવિધા શરૂ કરાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App