DivyaBhaskar News Network
Sep 07, 2018, 03:05 AM ISTઇલોલમાં ધાવડી નદીના પુલની કામગીરી અંતર્ગત સરકારી તંત્ર દ્વારા ટેન્ડર પ્રસિધ્ધ કરી વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જય મહાકાળીમાં સહકારી મંડળી લિ. નવા બાકરપુરને પુલની કામગીરી અંતર્ગત ઇજારો આપવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. બ્રિજની અંદાજીત રકમ રૂ.16 લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી તેમ છતાં સાતેક મહિનાથી આ બ્રિજની કામગીરી ખોરંભાતા ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી સત્વરે આ બ્રિજની કામ શરૂ કરાઇ તેવી માંગ કરાઇ છે.
ધાવડી નદીના પુલનું કામ છેલ્લા સાતેક મહિનાથી કામ અટકી ગયું છે.