• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Himatnagar
  • Himatnagar સાબરમતીમાંથી બહાર નીકળતો દેરોલની સીમનો રસ્તો રેત માફીયાઓઅે બંધ કર્યો

સાબરમતીમાંથી બહાર નીકળતો દેરોલની સીમનો રસ્તો રેત માફીયાઓઅે બંધ કર્યો

Himatnagar - સાબરમતીમાંથી બહાર નીકળતો દેરોલની સીમનો રસ્તો રેત માફીયાઓઅે બંધ કર્યો

DivyaBhaskar News Network

Sep 07, 2018, 03:05 AM IST
હિંમતનગર- વિજાપુર રોડ પર સાબરમતી નદીના પુલની દક્ષિણે આવેલ નદીમાંથી બહાર આવવાના એકમાત્ર સરકારી રસ્તામાં વાવેતર કરી દબાણ કરવામાં અાવ્યુ છે. આ અંગે ફરિયાદ કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા અકળ મૌન સેવાઇ રહ્યુ છે.

દેરોલની સીમના સર્વે નં. 69,48 ની દક્ષિણે વર્ષો પૂરાણો આવેલો રસ્તો ડીઆઇએલઆરના રેકર્ડ પર પણ છે. સર્વે નં.69 અને 130 ની ખેતી લાયક જમીનના માલિકો દ્વારા દબાણ કરી ખેતીવિષયક ખેડાણ થઇ રહ્યુ હોવાથી 29 ફેબ્રુઆરીએ હિંમતનગર મામલતદાર, કા.પા.ઇ., સર્વેયર ડીઆઇઅેલઆર વગેરેએ પોલીસ પ્રોટેક્શન સાથે રસ્તો ખૂલ્લો કર્યો હતો. આ જમીન તેમનામાં ભેળવી દઇ વાવેતર કરી રસ્તો બંધ કરી દેવાયો છે. જેને પગલે યશપાલસિંહ અને તેમના સંયુક્ત ખાતેદોરો પોતાની 98 એકર જમીનમાં વાવેતર પણ કરી શક્યા નથી. સરકારી રસ્તા પર દબાણ કરી બંધ કરવા પાછળ સાબરમતી નદીમાંથી રેતી ભરી બહાર નીકળતા વાહનો પાસેથી ખંડણી ઉઘરાવવાનો એક માત્ર વેપલો ચાલી રહ્યો છે.

X
Himatnagar - સાબરમતીમાંથી બહાર નીકળતો દેરોલની સીમનો રસ્તો રેત માફીયાઓઅે બંધ કર્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી