• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • ખેડબ્રહ્મામાં દારૂના બે અલગ અલગ ગુનામાં વોન્ટેડ કિશોર ઝડપાયો

ખેડબ્રહ્મામાં દારૂના બે અલગ- અલગ ગુનામાં વોન્ટેડ કિશોર ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દારૂના બે અલગ-અલગ ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા કિશોરને એલસીબીએ ઇડર નજીકથી ઝડપી પાડી ખેડબ્રહ્મા પોલીસને સુપરત કર્યો હતો.

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં 2016માં નોંધાયેલ પ્રોહિબીશનના બે અલગ અલગ ગુનામાં વોન્ટેડ કિશોરને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી તેના સઘડ મેળવવામાં આવ્યા હતા અને બાતમી મળ્યા બાદ એલસીબી પીઆઇ વીયુુ ગડરીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે સોમવારે ઇડરના ગંભીરપુરા ખાતેથી કિશોરને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે ખેડબ્રહ્મા પોલીસને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...