• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • સા.કાં.માં વર્ષમાં માત્ર 8 જ પેટ્રોલ પંપની ચકાસણી,તેમાં પણ સેમ્પલ લેવાયાં નહીં

સા.કાં.માં વર્ષમાં માત્ર 8 જ પેટ્રોલ પંપની ચકાસણી,તેમાં પણ સેમ્પલ લેવાયાં નહીં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠાના આઠ તાલુકામાં કાર્યરત ત્રણ ઓઇલ કંપની અને ત્રણ ખાનગી કંપનીના 111 પેટ્રોલ પંપ પરથી વાહનચાલકોને શુધ્ધ અને પર્યાપ્ત માત્રામાં ઇંધણ આપવામાં આવતુ હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા એક વર્ષ દરમ્યાન પુરવઠા વિભાગને માત્ર 8 પંપની તપાસ કરી તમામ પંપને ક્લીનચીટ આપી છે અને એકપણ પંપનુ સેમ્પલ લેવામાં આવ્યુ નથી.

સાબરકાંઠા જિલ્લામાં શુધ્ધ અને પુરેપુરૂ પેટ્રોલ અપાતુ હોવાનુ તંત્ર દવારા સટીર્ફિકેટ આપવામાં આવી રહ્યુ છે.શહેરનો એક પંપ ભૂતકાળમાં ગેરરીતીઓ આચરવા અંર્તગત દોષિત ઠરતાં તાજેતરમાં બે સપ્તાહથી વધુ સમય બંધ રહ્યો હતો અને હવે કંપનીએ ટેક ઓવર કરી ચાાલુ કર્યો છે. શહેરના એક ફીલીંગ સ્ટેશન પર મીટર સાથે ચેંડા કરી ઓછો ગેસ આપવામાં આવતો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ પુરવઠા વિભાગે તપાસના નામે ફીડલુ વાળી દીધુ હતુ કર્મીઓએ ગેરરીતીની એફીડેવીટ કરી આપી હતી તે ઉપલબ્ધ હોવા છતાં !

પુરવઠા વિભાગનો સંર્પક કતાં જાણવા મળ્યુ છે કે જિલ્લામાં આઇઓસી, એચપીસી અને બીપીસીના 69 તથા રીલાયન્સ, એસ્સાર અને શેલ કંપનીના 42 પેટ્રોલ-ડિઝલ પંપ મળી કુલ 111 પંપ છે ચીફ સપ્લાય ઇન્સપેકટર જયંતિભાઇ પટેલે જણાવ્યું કે, એક વર્ષમાં 8 પંપની તપાસ કરવામાં આવી હતી જેમાં ડેન્સીટી રેશીયો મુજબ મળી હોવાથી સેમ્પલ લેવામાં આવ્યા નથી.ચુંટણી સમયે જાહેર થતા પોલના સેમ્પલની જેમજ સરકારી તંત્ર અવધારણા બાંધી તમામ પંપ માટે સબસલામતનુ સટીર્ફિકેટ આપી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...