• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • હિંમતનગરમાં સૂર્ય શક્તિ કિસાન યોજના અંતર્ગત ખેડૂતો સાથે વાતાર્લાપ યોજાયો

હિંમતનગરમાં સૂર્ય શક્તિ કિસાન યોજના અંતર્ગત ખેડૂતો સાથે વાતાર્લાપ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરના સ્વામિનારાયણ મંદિરમાં સૂર્ય શક્તિ કિસાન યોજના (સ્કાય) અંતર્ગત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતો સાથે વાતાર્લાપ યોજાયો હતો.

ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે 6 ફિડરોની પસંદગી કરાઇ છે. જેમાં ભિલોડાના નાપડા, મોડાસાના મેઢાસણ અને બાયડનું ખડોલ ઇડરના જાદર, પ્રાંતિજના સોનાસણ તથા તલોદના અણીયોડનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનુ ખેડૂતોને જણાવ્યુ હતુ. આ ફિડરમાં 70 ખેડૂતોના ખેતરોમાં સોલાર પેનલ લગાવવામાં આવશે. જે દ્વારા 3978 કિલો વોટ વીજ ઉત્પાદન મેળવી શકાશે. વાર્તાલાપમાં ઉપસ્થિત રહેલા મંત્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, ધરતી પુત્રોની આવક બમણી થાય તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે. ખેડૂતો ખેતી સાથે વીજ ઉત્પાદન કરી નાણા કમાઇ શકે છે. ખેડૂતોએ નવિન સ્કાય યોજનાથી થનાર લાભ અને તેની સબસિડીને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. આ પ્રસંગે વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા, જયસિંહ ચૌહાણ, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, હિતુ કનોડીયા, ગજેન્દ્રસિંહ પરમાર, સાબર ડેરીના કસ્ટોડીયન જેઠાભાઇ પટેલ, સાકાં બેંકના ચેરમેન મહેશભાઇ પટેલ, જે.ડી. પટેલ, કલેકટર પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી, વીજકંપનીના કર્મીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હિંમતનગરમાં સૂર્ય શક્તિ કિસાન યોજના અંતર્ગત ખેડૂતો સાથે વાતાર્લાપ યોજાયો. તસ્વીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...