મેઘરાજાને રીઝવવા સલાલમાં શિવજીને જલાભિષેક કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠા જિલ્લામાં સારી શરૂઆત બાદ છેલ્લા 3 સપ્તાહથી વરસાદ આવ્યો નથી જેથી ખેડૂતોએ કરેલ ખરીફ વાવેતર નિષ્ફળ જવાના આરે આવીને ઉભુ છે. મુખ્ય વ્યવસાય ખેતી ધરાવતા જિલ્લામાં મોસમનો વરસાદ માત્ર 38 ટકા જેટલો નોંધાયો છે. શરૂઆતના સારા વરસાદના પરિણામે જિલ્લામાં મબલક ખરીફ પાકોનું વાવેતર થયું છે. વાવેતર માટે પિયતની ખુબ જ જરૂરિયાત છે.

પાણી વગર ખરીફ પાક સુકાઇ જવાના આરે છે ત્યારે મેઘરાજાને રીઝવવા માટે ભગવાન ભોળાનાથને જળ અર્પણ કરી ભગવાન શિવને પ્રાંતિજના સલાલ ગામની મહિલાઓ ધ્વારા જલાભિષેક કરવામાં આવ્યો હતો અને મેઘરાજાને વિનવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...