હિંમતનગરના કડોલીના ડામર રોડ ઉપર ગાબડા પડ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | હિંમતનગર તાલુકાના કાનડાથી કડોલી જતા ડામર માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી ગાબડા પડી જતાં રોડ બિસ્માર થઇ ગયો છે. ત્રણ હજારની વસ્તી ધરાવતુ કડોલી ગામ કટ્ટી મંદિર યાત્રા ધામ પાસે આવેલુ હોવાથી શનિવારે યાત્રાળુઓનો ધસારો રહે છે. રેતી વહન કરતા ભારે વાહનો આ રસ્તા પરથી પસાર થતા હોવાથી ડામર રોડ ઉપર ગાબડા પડી ગયા છે. બિમારીના સંજોગોમાં દર્દીને મુશ્કેલીઓ પડે છે. ના છુટકે અન્ય રસ્તેથી હિંમતનગર જવુ પડે છે. આ રોડ સત્વરે રીપેર થાય તેવી માંગણી માર્ગ મકાન વિભાગ સમક્ષ સરપંચ રમેશભાઇ ધ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...