ભિલોડા ત્રણ સસ્તા પાસેથી સરકારી અનાજના 219 કટ્ટા ઝડપાયા

પોશીનામાંથી બે ટ્રકમાં ઘઉંના કટ્ટા ભરી ઇડરના રાજ ટ્રેડીંગ કાું.માં લઇ જવાતાં હતા, પ્રાંત અધિકારના ફોન બાદ ઇડર...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:56 AM
ભિલોડા ત્રણ સસ્તા પાસેથી સરકારી અનાજના 219 કટ્ટા ઝડપાયા

ઇડર પુરવઠા વિભાગની ટીમે બે ટ્રકમાં ભરી પોશીનાના કોટડામાંથી ઇડર માર્કેટ યાર્ડમાં રાજટ્રેડીંગ કાું. નામની દુકાનમાં લઇ જવાતો સરકારી અનાજનો જથ્થો ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. પુરવઠા વિભાગે બે ટ્રકમાંથી 219 ઘઉંના કટ્ટા સહિત અનાજ પકડી સીઝ કર્યુ હતું.

ખેડબ્રહ્મા ખાતે યોજાયેલ વિશ્વ આદીવાસી દિનની ઊજવણી કાર્યક્રમમાંથી પરત ફરી રહેલ ઇડર પ્રાંત અધિકારી એે.જે. દેસાઇએ અનાજના કટ્ટા લઇને જતાં બે વાહનો જોતાં તેમણે ઇડર પૂરવઠા ટીમને બંને વાહનો પકડી તપાસ કરવા સૂચના આપી હતી. બપોરે બેએક વાગ્યાના સુમારે ઇડરની ટીમે બંને વાહનોને ઇડર નજીક ભિલોડા ત્રણ રસ્તા ખાતે ઝડપી પાડી પૂછપરછ હાથ ધરતાં શરૂઆતમાં બીલ વાળુ અનાજ હોવાનંુ રટણ કરી ડ્રાયવરે સીલ ચીલા બંધ હકીકત જણાવી હતી. નાયબ મામલતદાર બકુલભાઇ દરજીઅે જણાવ્યુ કે, એક વાહનમાંથી 156 કટ્ટા અને બીજા વાહનમાથી 66 કટ્ટા મળી કુલ 219 કટ્ટા આવ્યા હતા. જે તમામ કટ્ટા ઉપર એફસીઆઇ અને પંજાબનો જથ્થો હોય તેવા માર્કા છે. આ જથ્થો પોશીનાના કોટડા પંથકમાંથી ભરતકુમાર જૈને ભરી આપ્યો હતો અને ઇડર માર્કેટ યાર્ડમાં રાજટ્રેડીંગ કાું. નામની દૂકાનમાં ખાલી કરવાનો હતો.

પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ પૂરવઠા ટીમે અનાજનો જથ્થો અને બે વાહન ( જી.જે.-9-એ.વી.-6180),(જી.જે-9-ઝેડ-902) સીઝ કરી કાર્યવાહી હાથ ધરતા સરકારી અનાજનો વેપલો કરતાં જિલ્લાના માર્કેટયાર્ડના વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

પુરવઠા વિભાગે ટ્રકમાંણી ઘઉંના કટ્ટા ઝડપી સીઝ કર્યા હતા. તસ્વીર-ભાસ્કર

રૂ.7 ના ઘઉં રૂ.24 થી 28ના ભાવે વેચાણ થાય છે

સસ્તા અનાજની દૂકાનોમાં આપવામાં આવતા ઘઉં મોટાભાગે માર્કેેટ યાર્ડોમાં પગ કરી જાય છે. માર્કેટ યાર્ડના વેપારીઓ રૂ. 7ની આજુ બાજુ ખરીદી કરે છે અને પેકેજીંગ વ્હીટની બેગોમાં તેને મીક્સ કરવામાં આવે છે. જે અલગ બ્રાન્ડના નામે રૂ. 24 થી 28 ના ભાવે વેચાય છે. તદ્દપરાંત સરકારી ઘઉં ફ્લોર ફેક્ટરીઓમાં જાય છે અને ત્યાંથી બેકરી પ્રોડક્ટ બનાવનાર સુધી પહોંચે છે.

જથ્થો ઝડપાવા છતાં કોઇ નક્કર કાર્યવાહી નહીં

સરકારી અનાજની ચોરી કરતા માફીયા એટલા સક્ષમ થઇ ગયા છે કે ચોરીના જથ્થો અને વાહનો ઝડપાયા છતાં કોઇ નક્કર કાર્યવાહી થતી નથી. છેલ્લા એકાદ વર્ષમાં આ ત્રીજી ઘટના છે. પૂરવઠા વિભાગ દ્વારા ફ્લોર ફેક્ટરીઓ, પેકીંજીંગ ઘઉંનું ગ્રેડીંગ કરી ગુણવત્તા ચકાસવાની અગમ્ય કારણોસર તસ્દી લેવાતી નથી.

X
ભિલોડા ત્રણ સસ્તા પાસેથી સરકારી અનાજના 219 કટ્ટા ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App