Home » Uttar Gujarat » Latest News » Himatnagar » મોડાસાની MSC કોલેજમાં ઓવરસેલ્સ વિષય પર સેમિનાર

મોડાસાની MSC કોલેજમાં ઓવરસેલ્સ વિષય પર સેમિનાર

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:55 AM

હિંમતનગર : મ.લા.ગાંધી કેળવણી મંડળ સંચાલિત વી.વી. શાહ એમ. એસ. સી. કોલેજ મોડાસામાં ઓવરસેલ્સ વિષય પર સેમિનારનું આયોજન...

  • મોડાસાની MSC કોલેજમાં ઓવરસેલ્સ વિષય પર સેમિનાર
    હિંમતનગર : મ.લા.ગાંધી કેળવણી મંડળ સંચાલિત વી.વી. શાહ એમ. એસ. સી. કોલેજ મોડાસામાં ઓવરસેલ્સ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં અમદાવાદથી ઓર્વસિસ કંપનીના મદદનીશ રોજગાર નિયામક બિશ્વાસ ક્રિસ્ટોફર તથા મોડાસાથી આવેલ વસિમ પઠાણ અને નિરવ સોની, કેરીયર કાઉન્સેલર, જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ વિઝા, વર્ક તથા વિદેશમાં રોજગાર માટેની તકો માટેની માહિતી પુરી પાડી હતી. કાર્યક્રમમાં આચાર્ય પરિમલ એમ.શાહ તથા સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ