ખંડણી માંગવાના કેસમાં સવા વર્ષથી વોન્ટેડ આરોપી પકડાયો

હિંમતનગરના પાણપુર પાટિયા નજીક શખ્સને આંતરી ચાર શખ્સોએ અઢી લાખની માગ્યા હતા

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:55 AM
ખંડણી માંગવાના કેસમાં સવા વર્ષથી વોન્ટેડ આરોપી પકડાયો
સવા વર્ષ અગાઉ હિંમતનગરના પાણપુર પાટીયા નજીક એક વ્યક્તિને આંતરીને ચાર શખ્સોએ અઢી લાખની ખંડણી માગવાના કિસ્સામાં સવા વર્ષથી વોન્ટેડ આરોપીને રૂરલ પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

હિંમતનગર - વિજાપુર રોડ પર પાણપુર પાટીયા નજીક સેન્ટ્રોકાર આડી કરી દઇને હુસેનાશા કાળુશા દિવાન, રઇસ એહમદ ગુલામનબી મામુ, પલકશર્મા અને વસીમ દિવાન નામના શખ્સોઅે તલવાર, ધારીયુ, ચપ્પુ જેવા હથિયારો લઇ આવી તેના અનુસંધાને 16 એપ્રિલ 2017 રૂરલ પોલીસ સ્ટશનમાં નોંધાયેલ ફરિયાદનો વૉન્ટેડ આરોપી પલક અશોકભાઇ શર્મા સહકાર હોલની સામે તેના ઘરમાં હોવાની બાતમી મળતા રૂરલ પીએસઆઇ જે પી રાવે બુધવારે સાંજે સાડા છએક વાગ્યે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

X
ખંડણી માંગવાના કેસમાં સવા વર્ષથી વોન્ટેડ આરોપી પકડાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App