સા.કાં.-અરવલ્લીમાં કિસાન સભાના 61 કાર્યકરોની અટક

કિસાન સભા દ્વારા વિરોધ કાર્યક્રમ | ખેડૂત-પશુપાલકોના પડતર પ્રશ્નોનેે લઇ કાર્યકરો રોડ પર ઉતર્યા, રેલી કઢી...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:55 AM
સા.કાં.-અરવલ્લીમાં કિસાન સભાના 61 કાર્યકરોની અટક

અખિલ ભારતીય કિસાન સભા ખેડૂત-ખેતમજૂરના પ્રશ્ને જેલભરો આંદોલન તેમજ રસ્તા રોકો આંદોલન અંતર્ગત હિંમતનગર- મોડાસામાં કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. સા.કાં.માં રેલી કાઢી જિલ્લા કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવાનો પ્રયાસ કરતાં 36 કાર્યકરોની અટકાયત કરાઇ હતી. જ્યારે મોડાસા ચાર રસ્તા સૂત્રોચ્ચાર કરીને અને રસ્તા ઉપર આડા પડીને રસ્તો બંધ કરવાની કોશિશ કરીને વિરોધ નોંધાતાં કિસાન સભાની 25 પ્રદર્શનકારીની જેલભરો આંદોલનના ભાગરૂપે ધરપકડ કરી હતી.

9 મી ઓગસ્ટ 1942 ક્વીટ ઇન્ડીયાનો નારો અાપી ચળવળ શરૂ કરવામાં આવી હતી તે જ દિવસે એટલે ગુરુવારે હિંમતનગરના ન્યાયમંદિર ખાતે સા.કાં. કિસાન સભાના કાર્યકરો પડતર માંગ સાથે એકઠા થયા હતા. ઉપપ્રમુખ દિનેશભાઇએ જણાવ્યું કે, કિસાનસભાની સાથે સેન્ટર ઓફ ઇન્ડીયન ટ્રેડ યુનીયન અને ડેમોક્રેટીક યુથ ફેડરેશન ઓફ ઇન્ડીયાના કાર્યકરો પણ અમારી સાથે જોડાયા હતા અને અમારી માગણીઓ સાથે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવા જતાં 36 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

મોડાસામાં જેલભરો આંદોલનને વેગ આપવા માટે ડાહ્યાભાઇની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અને ભારતીય કિસાન સભાના બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી ખેડૂત-ખેતમજુરોને થતાં અન્યાય સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં 25 કરતાં વધુ પ્રદર્શનકારીઓએ ધરપકડ વહોરીને જેલભરો આંદોલનને વેગ આપ્યો હતો.

કિસાન સભાના કાર્યકરો હિંમતનગરમાં રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા,જ્યારે મોડાસામાં ચાર રસ્તા પર સૂઇ જઇ રસ્તો બંધ કર્યો હતો. ભાસ્કર

કિસાન સભાની માગણીઓ

ગરીબ કિસાનો અને ખેત મજૂરોને સર્વ પ્રકારના કર્જમાંથી મુક્ત કરવામાં આવે

સ્વામિનાથન કમિશનની ભલામણો પ્રમાણે તમામ ખેત પેદાશો ઉત્પાદન કરતાં દોઢગણાં ભાવ ખેડૂતોને આપવામાં આવે અને ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં આવે.

તાત્કાલિક અસરથી જમીન ખેડનારના નામે કરવામાં આવે અને વન અધિકાર કાનૂનનો અમલ કરવામાં આવે.

તમામ ગરીબ અને મધ્યમ ખેડૂતો અને ખેત મજૂરોને માસિક 5 હજારનું પેન્સન કરવામાં આવે.

કિસાનોના હિતો જળવાય તે રીતે પાક વીમા યોજનાનો અમલ કરવામાં આવે અને પરિવારને આરોગ્ય વીમો અને પશુઓ માટેનો વીમો પણ સામેલ કરવામાં આવે.

X
સા.કાં.-અરવલ્લીમાં કિસાન સભાના 61 કાર્યકરોની અટક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App