• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • હિંમતનગર અને તલોદમાં હિંદુ સંગઠન દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદન

હિંમતનગર અને તલોદમાં હિંદુ સંગઠન દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કડીના ખેરપુરના ગૌરક્ષક અને કતલખાના બંધ કરાવવા પ્રયત્નશીલ રાજુભાઇ રબારીની 10 દિવસ પહેલા કસાઇઓએ હત્યા કરવાના વિરોધમાં શનિવારે હિંદુ સંગઠનોએ હિંમતનગર અને તલોદમાં રેલી કાઢી આવેદનપત્ર આપી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

હિંમતનગર શનિવારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદ અને બજરંગદળ દ્વારા કડીના ખેરપુરના ગોરક્ષક રાજુભાઇ રબારીની કસાઇઓએ કરેલ નિર્મમ હત્યાના વિરોધમાં રેલી કાઢી હત્યારાઅોને કડક સજા અને ગોરક્ષકો ઉપર થઇ રહેલ હુમલાઓ બાબતે કાર્યવાહીની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. જ્યારે તલોદમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરીષદના મહંત સુનીલદાસજી શર્મા, કનુભાઇ પટેલ, નાગજી દાસજી, મૂકેશ ભૂવાજી સહિત વિહોતર ગૃપ દ્વારા તલોદ મામલતદારને આવેદનપત્ર અપાયુ હતુ કે, રાજુભાઇ રબારીની હત્યા સહિત સુરેન્દ્રનગરના ભરવાડ સમાજના ભરતભાઇ મુંઘવાની હત્યા થયેલ અને ભાજપના ધારાસભ્ય મધુભાઇ શ્રીવાસ્તવે આખા માલધારી સમાજને ધમકી આપી હતી. બંને માલધારીઓના હત્યારાઓને કડક સજા કરવાની માંગ સાથે મધુશ્રીવાસ્ત જાહેરમાં માફી માંગે તથા સરકાર કતલખાના બંધ કરાવે અને ગાયો માટે ગૌચર ખાલી કરાવે તેવી માંગ કરવામાં આવી હતી.

હિંમતનગર અને તલોદમાં રેલી કાઢી આક્રોશ વ્યક્ત કર્યો.

અન્ય સમાચારો પણ છે...