તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માલપુરમાં બે, હિંમતનગર-બાયડમાં એક ઇંચ વરસાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ત્રણ દિવસના વિરામ બાદ ફરીથી મંગળવારે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં અને ઇડરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની અાગાહી અનુસાર બુધવારે પણ વરસાદની સંભાવના છે. અરવલ્લી જિલ્લામાં મંગળવારે સવારે વાતાવરણમાં અચાનક પલટો આવતાં જિલ્લામાં સર્વત્ર મેઘ મહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. માલપુરમાં દિવસ દરમિયાન બે ઇંચ ઉપરાંતનો વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારો પાણી પાણી થઇ ગયાં હતા. બાયડ તાલુકામાં 1 ઇંચ જેટલાે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.જ્યારે વરસાદ ની રાહ જાેતા ખેડૂતાેમાં અાનંદ છવાયાે હતાે અને વરસાદ પડતા જ ખેડૂતાે ખેતી કરવામાં જાેડાઇ ગયા હતા. મહેસાણા જિલ્લામાં વિજાપુરમાં 9 મીમી અને વડનગર-ખેરાલુમાં 2-2 મીમી વરસાદ વચ્ચે અન્ય વિસ્તારોમાં ઝરમરીયો વરસાદ નોંધાયો હતો.

પાટણ ચાણસ્મા અને સિધપુર પંથકમાં ફરીથી ઝરમર વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી અને લોકો એ વરસાદમાં ભીંજાવાની મજા માણી હતી.

સાબરકાંઠા જિલ્લામાં હજુ મોસમનો સરેરાશ 47 ટકા વરસાદ જ વરસ્યો છે અને ઓગસ્ટ માસના ત્રણ સપ્તાહ પૂરા થઇ ગયા છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન વરસાદના બે રાઉન્ડ આવી જતા ખેડૂતોએ દિવેલાની વાવણી શરૂ કરી દીધી છે અને વાવેતર 2.15 લાખ હેક્ટર સુધી પહોંચ્યુ છે.

અરવલ્લી જિલ્લામાં મંગળવારની વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવવાની સાથે મોડાસા,ભિલોડા, મેઘરજ,માલપુર, બાયડ અને ધનસુરા તાલુકામાં સર્વત્ર મેઘમહેર થઇ હતી. જિલ્લામાં માલપુર તાલુકામાં દિવસ દરમિયાન ભારે વરસાદી ઝાપટાં પડતાં બે ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હોવાનું નોંધાયું હતું. માલપુરમાં ભારે વરસાદના પગલે ચાર રસ્તા વિનાયક નગર અને નિચાણવાળી સોસાયટીઓના રસ્તાઓ ઉપર તેમજ મેઇન બજારના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા.

સાબરકાંઠાનો વરસાદ
તાલુકો સાંજે 6 વાગ્યાસુધી કુલ

હિંમતનગર 28 613

ઇડર 24 528

ખેડબ્રહ્મા 11 335

પોશીના 00 405

પ્રાંતિજ 20 245

તલોદ 12 296

વડાલી 18 369

વિજયનગર 08 367

(વરસાદના આંકડા એમએમમાં)

અરવલ્લીનો વરસાદ
તાલુકો સાંજે 6 વાગ્યાસુધી ભિલોડા 16

મેઘરજ 21

માલપુર 44

બાયડ 25

ધનસુરા 15

(વરસાદના આંકડા એમએમમાં)

માલપુરમાં બે ઇંચ વરસાદ પડતાં મેઇન બજારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. તસવીર-ભાસ્કર

વરસાદમાં લંગરીયુ ચડાવવા ગયેલા ઇલમપુરના યુવાનનું મોત
પાટણ તાલુકાના ઇલમપુરગામ ખેતર બોર લાઇનનો રવિવારે વિજ પુરવઠો ખોરવ્યો હતો તે લાઇનમાં ગામના પ્રભાતજી અજમલજી ઠાકોર (ઉ.વ.45) તેઓ મકાન કનેકશન હોય તેથી તેઓ વાંસ લઇ ડીપીના લંગરીયુ ચડાવવા ગયા હતા તે વખતે વરસાદના કારણે કરંટ લાગતા તેઓ ગંભીર ઘાયલ થયા હતા.તેઓને તાત્કાલીક પાટણ જનતા હોસ્પિટલમાં સારવાર સારૂ લાવતા સારવાર દરમ્યાન મોત થયુ હતું.

અન્ય સમાચારો પણ છે...