• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • એક્ટીવા પર જઇ રહેલા જ્વેલર્સ એસો. પ્રમુખનું મારૂતીવાનની ટક્કરે મોત

એક્ટીવા પર જઇ રહેલા જ્વેલર્સ એસો. પ્રમુખનું મારૂતીવાનની ટક્કરે મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર જ્વેલર્સ એસોસીઅેશનના પ્રમુખ અને વિશ્વ હિન્દુ પરીષદના જિલ્લા ઉપાધ્યક્ષનું બુધવારે સવારે મારૂતી વાનની ટક્કરે કરુણ મોત નીપજતાં શહેરમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. મારૂતીવાનનો ચાલક વાન મૂકી ફરાર થઇ ગયો હતો.

બુધવારે અંબાલાલભાઇ રતીલાલ સોની અેક્ટીવા (જી.જે-9-સી.અેચ.-8001) લઇને સવારે નવેક વાગ્યે ઘેરથી દુકાને જવા નીકળ્યા હતા અને સવા નવેક વાગ્યાના સુમારે બળેલી મીલવાળા રસ્તે થઇ પસાર થઇ રહ્યા હતા. દરમિયાન સામેથી આવી રહેલ મારૂતી ઓમની (જી.જે-2-એ.પી.-6581)ના ચાલકે ટક્કર મારી દેતા અંબાલાલભાઇ નીચે પટકાયા હતા અને તેમને ઇજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ બચાવી શકાયા ન હતા. વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા પણ સંવેદના વ્યક્ત કરાઇ હતી. એડિવિઝન પોલીસે ફરાર મારૂતી વાન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...