તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • મહાવીરનગરમાં માલીકીના પ્લોટમાં ટીપી રોડ કાઢ્યો હોવા અંગે રજૂઆત કરાઇ

મહાવીરનગરમાં માલીકીના પ્લોટમાં ટીપી રોડ કાઢ્યો હોવા અંગે રજૂઆત કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરના મહાવીરનગરમાં માલિકીના પ્લોટમાંથી ટીપી રોડ કાઢવામાં આવી રહ્યો હોવા અંગે પાલિકામાં ફરિયાદ કરી છે અને પાલિકાના કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટર હેરાન કરી રહ્યા હોવાની રજૂઅાત થઇ છે.

શહેરના મહાવીરનગરમાં બોમ્બે સોસાયટીની દક્ષિણે અને ઇલોરા પાર્કની પૂર્વ દિશા તરફ આવેલ સર્વે નં. 51/2/16ની બીન ખેતીલાયક જમીનમાં પડેલ પ્લોટો પૈકી બિન ખેતીલાયક જમીનમાં પાડેલ પ્લોટો પૈકી બી ભાગમાં પાડેલ પ્લોટ નં. 5માં વિરમભાઇ લક્ષ્મણભાઇ દેસાઇએ મકાન બનાવેલ છે અને રોડ સાઇડ ખૂલ્લી જગ્યા છોડી છે. છેલ્લા કેટલાય સમયથી નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલ ટીપી રોડ તેમના પ્લોટમાંથી કાઢવામાં આવી રહ્યો છે અને હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમણે પાલિકા ચીફ ઓફિસરને તપાસ કરી એન.એ.પ્લાન મુજબ પ્લોટની જગ્યા છોડી 15 મીટરનો રોડ બને તે માટે યોગ્ય કરવા રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...