• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Himatnagar
  • Himatnagar - હિંમતનગર પાલિકાના પૂર્વ પ્રમુખના ઘરે થયેલી ચોરીનો આરોપી ઝડપાયો

હિંમતનગર પાલિકાના પૂર્વ પ્રમુખના ઘરે થયેલી ચોરીનો આરોપી ઝડપાયો

એલસીબીએ 1.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, 4 ગુનાની કબુલાત ચોરીઓમાં મદદ કરનાર રાજસ્થાનનો અન્ય એક શખ્સ હજુ ફરાર...

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 02:36 AM
Himatnagar - હિંમતનગર પાલિકાના પૂર્વ પ્રમુખના ઘરે થયેલી ચોરીનો આરોપી ઝડપાયો
હિંમતનગરમાં મહાવીરનગર વિસ્તારમાં રહેતા નગરપાલિકા પૂર્વ મહિલા પ્રમુખ નીલાબેન પટેલના રહેણાંક મકાનમાંથી થયેલી ચોરી સહિતના ગુનોનો રાજસ્થાનનો આરોપી મોતીપુરા આવવાનો હોવાની બાતમીના આધારે એલસીબીએ ઝડપી લીધો હતી. પુછપરછ કરતાં અન્ય 4 ગુનાની કબુલાત કરી હતી. જેની પાસેથી મોબાઇલ, સોનાની લગડી સહિત રૂ.1.90 લાખની મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

એલ.સી.બી. સ્ટાફના માણસો હિંમતનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન બાતમીના આધારે મોતીપુરાથી શકમંદ અજયસિંગ ઉર્ફે લાવારીસ કરણસિંગ જાતે-કાલબેલી (જોગીડા), (થોરીવાસ, જવાસ, રાજસ્થાન)ને પકડી લીધો હતી.

જેની પાસેથી મોબાઇલ તથા એક સોનાની લગડી મળી કુલ 1,90,000નો મુદ્દામાલ મળી આવ્યા હતો. શનિવારે ત્રણેક કલાકે અટકાયત કરી તપાસ કરતાં તેને મિત્ર મદનનાથ સોવનનાથ કાલબેલી મળી હિંમતનગર, વડાલી તથા ઇડર મુકામે અલગ-અલગ સમયે અને દિવસે ઘરફોડ 4થી વધુ ચોરીઓ કરી હતી. જેમાં 10 માસ અગાઉ મહાવીરનગર મહાકાલી મંદિરના ઘરેથી સોનાની લગડી તથા આઇફોન મોબાઇલ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે જે અંગે તપાસની તજવીજ સાથે આરોપીને હિંમતનગર એ-ડિવિઝનને સુપરત કર્યો હતો.

પકડાયેલ આરોપી

અજયસિંગ કાલબેલી (જોગીડા) ઉર્ફે (લાવારીસ કરણસિંગ)

ફરાર આરોપી

મદનનાથ સોવનનાથ કાલબેલી (જોગીડા) (જવાસ,રાજસ્થાન)

X
Himatnagar - હિંમતનગર પાલિકાના પૂર્વ પ્રમુખના ઘરે થયેલી ચોરીનો આરોપી ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App