• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Himatnagar
  • Himatnagar - વડાલીમાં 9 મીમી,હિંમતનગર,ઇડર 6-6મીમી વરસાદ,ધનસુરા, માલપુર, મોડાસામાં ઝાપટાં

વડાલીમાં 9 મીમી,હિંમતનગર,ઇડર 6-6મીમી વરસાદ,ધનસુરા, માલપુર, મોડાસામાં ઝાપટાં

મહેસાણા, વિસનગર અને સતલાસણામાં 2-2 મીમી વરસાદ, બ.કાં.માં ઝાપટાં

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 02:36 AM
Himatnagar - વડાલીમાં 9 મીમી,હિંમતનગર,ઇડર 6-6મીમી વરસાદ,ધનસુરા, માલપુર, મોડાસામાં ઝાપટાં
શનિવારે સવારથી જ વાતાવરણમાં પલટો આવતા ધીમીધારે હિંમતનગર, ઇડર અને વડાલીમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે ધનસુરા, માલપુર અને મોડાસામાં પણ છાપટાં પડ્યા હતા. જ્યારે મહેસાણા, વિસનગર, સતલાસણામાં 2-2 મીમી વરસાદ થયો હતી. જ્યારે બનાસકાંઠામાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા.

જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતાં હિંમતનગર શહેરમાં દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડ્યા હતા. શહેરના નિચાણવાળા માર્ગો પર પાણી ભરાયા હતા જેમાં આજે સવારે 6 થી બપોરે 2 વાગે સુધીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટાં પડયા હતા. જેમાં હિંમતનગર માં 07 મિમી ,ઇડર માં 06 મિમી ,વડાલી 09 મિમી વરસાદ નોધાયો હતો.

હિંમતનગર નગરપાલિકાથી ટાવર રોડ

ઉત્તર ગુજરાતમાં બે દિવસ છૂટો છવાયા હળવા વરસાદની સંભાવના

દસ દિવસ બાદ હળવા વરસાદી છાંટા પડતાં ગરમીથી ત્રસ્ત થયેલા લોકોએ રાહતનો દમ લીધો હતો. જોકે આગામી બે દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયા હળવો વરસાદ પડશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.

X
Himatnagar - વડાલીમાં 9 મીમી,હિંમતનગર,ઇડર 6-6મીમી વરસાદ,ધનસુરા, માલપુર, મોડાસામાં ઝાપટાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App