• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Himatnagar
  • Himatnagar હિંમતનગર વિજાપુર રોડ પર જીપ ડમ્પર વચ્ચે અકસ્માતમાં બેનાં મોત

હિંમતનગર - વિજાપુર રોડ પર જીપ ડમ્પર વચ્ચે અકસ્માતમાં બેનાં મોત

Himatnagar - હિંમતનગર - વિજાપુર રોડ પર જીપ ડમ્પર વચ્ચે અકસ્માતમાં બેનાં મોત

DivyaBhaskar News Network

Sep 09, 2018, 02:36 AM IST
હિંમતનગર-વિજાપુર રોડ ઉપર આવેલ લાલપુર નજીક શનિવારે જીપ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા થતા બે જણાના કરુણ મોત નીપજ્યા હતા. જોકે, મોડી સાંજ સુધી કોઇ ગુનો નોંધાયો ન હતો.

શનિવારે હિંમતનગર-વિજાપુર રોડ ઉપર જઇ રહેલ જીપના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આગળ જઈ રહેલ ડમ્પર સાથે જીપ ધડાકાભેર ટકરાઈ હતી. જેના કારણે જીપમાં મુસાફરી કરી રહેલ બે જણાને ગંભીર ઇજા થઇ હતી. જેમાં એકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક ઇજાગ્રસ્તને સારવાર મળી રહે તે પહેલાં જ મોત નિપજયુ હતુ. આ અંગે હિંમતનગર પોલીસ સ્ટેશનમાં સાંજ સુધી કોઇ ફરિયાદ નોંધાઇ ન હતી.

જીપ અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં જીપનો આગળનો ભાગ ડેમેજ થઇ ગયો હતો.

X
Himatnagar - હિંમતનગર - વિજાપુર રોડ પર જીપ ડમ્પર વચ્ચે અકસ્માતમાં બેનાં મોત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી