Home » Uttar Gujarat » Latest News » Himatnagar » Himatnagar - હિંમતનગરના ન્યાયમંદિર પાસેથી વાહન ચોરીના ગુનામાં ફરાર 2 આરોપીની અટક

હિંમતનગરના ન્યાયમંદિર પાસેથી વાહન ચોરીના ગુનામાં ફરાર 2 આરોપીની અટક

Divyabhaskar.com | Updated - Sep 09, 2018, 02:36 AM

પોલીસે બંને પાસેથી બાઇક સહિત રૂ.20 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

  • Himatnagar - હિંમતનગરના ન્યાયમંદિર પાસેથી વાહન ચોરીના ગુનામાં ફરાર 2 આરોપીની અટક
    હિંમતનગરના ન્યાયમંદિર વિસ્તારમાં વાહન ચેકીંગ દરમિયાન બીડિવિઝન પોલીસે વાહનચોરીના ગુનામાં બે આરોપીઓની અટકાયત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

    શનિવારે હિંમતનગર બી ડિવિઝનના પીઆઇ તથા સ્ટાફ ન્યાય મંદિર ખાતે વાહન ચેકીંગમાં હતા. દરમિયાન મહેતાપુરાથી એક બાઇક (જી.જે-1-એન.અાર-5390) ની ઉપર બે શંકાસ્પદ શખ્સો આવતા રોકીને પૂછપરછ કરતા તેઓ પાસે બાઇકના ડોક્યેુમેન્ટ માંગતા આડેધડ જવાબ આપ્યો હતો. પોલીસે વધુ પુછપરછ કરતા તેમણે વાહન ચોરીના ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે પિન્ટુસિંહ મૂખિયાસિંહ વણજારા હાલ (બજરંગ કોમ્પ્લેક્ષ ગાંભોઇ તા. હિંમતનગર મુળ, ગુલાબપુર, ઓરૈયા ઉત્તરપ્રદેશ) તથા શ્રવણકુમાર અંબાલાલજી મોહનજી સુથાર (જુણતા તા. રેલમંગરા, રાજસ્થાન) ની અટકાયત કરી તેઓ પાસેથી બાઇક કિં.રૂ. 20,000ની કબ્જે કરી બંને શખ્સો વિરુધ્ધ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ