હિંમતનગરમાં શાકમાર્કેટમાં ધરમ કાંટો મુકવા રહીશોની રજૂઆત

Himatnagar - હિંમતનગરમાં શાકમાર્કેટમાં ધરમ કાંટો મુકવા રહીશોની રજૂઆત

DivyaBhaskar News Network

Sep 09, 2018, 02:36 AM IST
હિંમતનગરના શાકમાર્કેટમાં તોલમાપમાં ખરીદનારાઓ પ્રતિદિન છેતરાઇ રહ્યા છે તેવા સંજોગોમાં શાકમાર્કેટમાં ધરમકાંટો મૂકવાની માંગ સાથે સોસાયટીઓમાં રહીશો દ્વારા પાલિકાના રોડ પર બનાવાયેલ બમ્પ દૂર કરવા તથા રખડતા ઢોરની વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવી હતી.

હિંમતનગર શહેરના પાલિકા સંચાલિત શાકમાર્કેટમાં પાલિકા દ્વારા દોઢ દાયકા અગાઉ અગમ્ય કારણોસર ધરમકાંટો હટાવી લેવાતાં શાકભાજીવાળાઓને મોકળુ મેદાન મળી ગયુ છે. નીતીન સાધુએ પાલિકા પ્રમુખ અનિરૂધ્ધભાઇ સોરઠીયાને ધરમકાંટો મૂકવા રજૂઆત કરી છે. રવી પાર્ક, ગ્રીન પાર્ક, રામનગર સોસાયટી, શ્રીજી પાર્ક સોસાયટી સહિતની અનેક સોસાયટીઓમાં ત્યાંના જ રહિશોએ ગેરકાયદેસર રીતે મોટા મોટા બમ્પ બનાવી દેતાં વાહન ચાલકો મૂંગા મોઢે સહન કરવુ પડતું હોઇ તમામ બમ્પ દૂર કરવામાં આવે તથા સહકારીજીન ચાર રસ્તાથી છાપરીયા ચાર રસ્તા, મહાવીનગર ચાર રસ્તાથી એન્જિનીયર સર્કલ, ટાવર રોડ, મહેતાપુરાથી વિજાપુર રોડ, ઓવર બ્રીજ નજીક રોડ પર અડીંગો જમાવતા રખડતા ઢોર માટે અલાયદી વ્યવસ્થા કરવા માગ કરી હતી.

X
Himatnagar - હિંમતનગરમાં શાકમાર્કેટમાં ધરમ કાંટો મુકવા રહીશોની રજૂઆત
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી