તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Himatnagar ઢુંઢરની 14 માસની બાળકીના દુષ્કર્મી આરોપીના સેમ્પલ FSLમાં મોકલાયા

ઢુંઢરની 14 માસની બાળકીના દુષ્કર્મી આરોપીના સેમ્પલ FSLમાં મોકલાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર |14 માસની બાળકી સાથે દૂષ્કૃત્ય અાચરનાર આરોપીના સેમ્પલ અેફ.અેસ.અેલમાં મોકલાયા છે અને અેસપી દ્વારા પરીક્ષણમાં પ્રાયોરીટી અાપવામાં અાવે તે માટે પત્ર લખવામાં અાવ્યો છે. અા પ્રકરણમાં થઇ રહેલ હુમલા, તોડફોડની ઘટનાઅોથી ઠાકોરસેનાઅે કિનારો કરી લીધો છે.

તોડફોડ, આગ ચંપી વિરોધ પ્રદર્શન અન્ય લોકો કરે છે, ઠાકોર સેનાનો વિરોધ શાંતિપૂર્ણ, સ્થાનિકોને રોજગારીની માંગ : ઠાકોર સેના પ્રમુખ
ક્ષત્રિય - ઠાકોર સેનાના પ્રમુખ વિજયસિંહ બી. ચાૈહાણે જણાવ્યું કે, તોડફોડ, અાગચંપી જેવા વિરોધ પ્રદર્શન અન્ય લોકો કરી રહ્યા છે અમારો વિરોધ શાંતિપૂર્ણ હોય છે અમારી માંગ અાૈધોગિક અેકમોમાં 80 ટકાના રેશીયોમાં સ્થાનિક લોકોને રોજગારી અાપવાની તથા ઝડપથી કોર્ટ કાર્યવાહી કરી ન્યાય અાપવા માટેની છે.પોલીસ દ્વારા મળતી માહીતી અનુસાર, અારોપી યુવકના સેમ્પલ અેફ.અેસ.અેલમાં મોકલી અાપવામાં અાવ્યા છે અને સા.કાં. અેસ.પી.અે અા સેમ્પલના પરીક્ષણમાં પ્રાયોરીટી અાપવા તથા રિપોર્ટ ઝડપથી મળી રહે તે માટે પત્ર પણ લખ્યો છે.

ઢૂંઢરના જધન્ય દૂષ્કૃત્ય પ્રકરણમાં લોકોઅે સાંત્વના પાઠવવાના બહાના હેઠળ પીડિત પરીવારની મુલાકાતો લઇ સરકાર વળતર અાપે તેવી માંગ કરી છે.

કોંગ્રેસનું ડેલીગેશન, અેસ.પી.જી.ના લાલજી પટેલ, ઠાકોર સેના અને હાર્દિક પટેલ અાવવાની વાતો વચ્ચે તમામ દ્વારા અેક જ માંગ બુલંદ કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...