તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Himatnagar ઇલોલમાં બોરમાં પડેલા રાહુલના મોત મામલે ખેતર માલિક સામે ગુનો નોંધાશે

ઇલોલમાં બોરમાં પડેલા રાહુલના મોત મામલે ખેતર માલિક સામે ગુનો નોંધાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર| સોમવારે સાંજે ઇલોલ નજીક મહેરપુરા રોડ પર ખેતરમાં ખુલ્લા બોરમાં દોઢ વર્ષીય રાહુલ ગરકાવ થઇ ગયા બાદ મોત નીપજવાના પ્રકરણમાં અગામી સમયમાં ખેતરના માલિક સામે ગુનો નોંધવામાં અાવનાર છે અને મૃતકના પરીવારની રાહ જોવાઇ રહી છે પરીવાર દ્વારા અસમર્થતા દર્શાવાશે તો પોલીસ દ્વારા ગુનો નોંધવામાં અાવનાર છે.

ભોગ બનનારા બાળકના પરિવારની ફરિયાદ માટે રાહ જોવાઇ રહી છે : SP
ઇલોલ- મહેરપુરા રોડ પર અાવેલ ખેતરના નોનયુઝ બોરમાં દોઢ વર્ષનો રાહુલ ગરકાવ થઇ ગયા બાદ વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચ્યુ હતુ અને બાળકને બહાર લાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા બાદ બંધ બોરમાં જ તેની દફન વિધિ કરવામાં અાવી હતી. અા ઘટના બાદ પોલીસે અે.ડી. નોંધી કાર્યવાહી હાથ ધરી હતી પરંતુ ખુલ્લો બોર રાખવાની બેદરકારી દાખવનાર ખેતર માલિક વિરુદ્ધ ગુનો ન નોંધાતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા. સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન બાદ ખુલ્લા બોરકૂવા બંધ કરવા ફેબ્રુ-2011માં મહેસૂલ વિભાગે તમામ નોન-યુઝ બોરકૂવા બંધ કરી તેની વિગતો અેકત્ર કરવા અેજન્સીને કામ સોંપી જળ સંપતિ વિભાગ નિગમને નોડલ બનાવી તમામ વિગતો કલેક્ટર કચેરીમાં નિભાવવા સૂચના અાપવામાં અાવી હતી પરંતુ તંત્રની બેદરકારીને કારણે નોન યુઝ બોર બાળકોને ભરખી જવા મોઢુ ફાડીને ઉભા છે.

એસપી ચૈતન્ય માંડલીકે જણાવ્યુ કે, પરીવારની રાહ જોવાઇ રહી છે. તેઓ ફરિયાદ નોંધાવવામાં અનિચ્છા દર્શાવાશે તો તંત્ર દ્વારા ગુનો નોંધવામાં અાવશે. અન્ય સ્થળે પણ અાવા ખુલ્લા બોર હોય તો પગલા લેવા મામલતદાર, ટીડીઅોને જાણ કરવા તજવીજ હાથ ધરાઇ છે.

ખુલ્લા પડેલા બોર પર રહીશે પથ્થર મુક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...