Home » Uttar Gujarat » Latest News » Himatnagar » Himatnagar - બેરણા ગામમાં પાટીદારોએ સી.કે. પટેલનું પૂતળું બાળ્યંુ, શ્રદ્ધાંજલી આપી વિરોધ કર્યો

બેરણા ગામમાં પાટીદારોએ સી.કે. પટેલનું પૂતળું બાળ્યંુ, શ્રદ્ધાંજલી આપી વિરોધ કર્યો

Divyabhaskar.com | Updated - Sep 06, 2018, 02:35 AM

હાર્દિકને મળ્યા વગર મધ્યસ્થી બનવાનો પ્રયાસ કરતા પાટીદારો લાલઘૂમ

  • Himatnagar - બેરણા ગામમાં પાટીદારોએ સી.કે. પટેલનું પૂતળું બાળ્યંુ, શ્રદ્ધાંજલી આપી વિરોધ કર્યો
    પાટીદાર સંસ્થાઓના સંકલનકાર બની મંગળવારે 6 સંસ્થાઓની બેઠક યોજવાના મામલે પાટીદાર સમુદાયમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને હિંમતનગર તાલુકાના બેરણા ગામમાં મંગળવારે સાંજે સી.કે. પટેલનું પૂતળુ બાળી પાટીદારોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. બુધવારે સાંજે બેસણાનો કાર્યક્રમ કરાયો હતો.

    પાટીદાર અગ્રણી સી.કે. પટેલે હાર્દિક પટેલના અનશન બાબતે હાર્દિક પટેલની તબીયત વધુ ન બગડે તે હેતુસર મંગળવારે 6 મુખ્ય પાટીદાર સંસ્થાઓના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. જેના ઘેરા પ્રત્યાઘાત પડતાં પાટીદારોમાં રોષ જોવા મળ્યો હતો અને બેરણા ખાતે સી.કે. પટેલનુ પૂતળુ બાળવામાં આવ્યુ હતું. સાબરકાંઠા પાસ કોર કમીટીના સભ્ય ઉત્સવ પટેલે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે સી.કે. પટેલ પોતે ભાજપના આગેવાન છે પોતે જાતે જ સમાજના અગ્રણી બની ગયા છે. હાર્દિક પટેલ કે પાસની અધિકૃત ટીમ સાથે ચર્ચા કર્યા વગર સરકારનો હાથો બનવા નીકળ્યો છે. તેમણે હાર્દિકને મળી ખબર અંતર પણ નથી પૂછ્યા. પહેલા પાટીદારોની લાગણી અને માગણીઓને જાણી મધ્યસ્થી બનવા નીકળવુ જોઇએ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ