તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Himatnagar આગલોડ ચોકડી પાસે એરંડા ચોર ટોળકી ગેંગના 5 સાગરિત ઝડપાયા

આગલોડ ચોકડી પાસે એરંડા ચોર ટોળકી ગેંગના 5 સાગરિત ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |મહેસાણા એસઓજીએ આગલોડ ચોકડી પાસેથી ઝડપેલ એરંડા ચોર ટોળકીના 5 સાગરીતોએ હિંમતનગર સહિત 5 સ્થળેથી એરંડા ચોરી હોવાની કબુલત કરી હતી.પોલીસે ચોરીનો મુદ્દામાલ રીકવર કરવા સહિતની કાર્યવાહી કરી હતી.

એસઓજીએ આગલોડ ચાર રસ્તા પાસેથી ઝડપી લીધા, પોલીસે ચોરીનો મુદ્દામાલ રીકવર કરવા તજવીજ કરી
આગલોડ તરફ જવાના રસ્તે કોઇની રાહ જોઇને ઉભેલા 5 શખ્શોએ જેપુર હાઇવે પર આવેલ વેલકમ પેઢીમાંથી એરંડાની ચોરી કરી હોવાની બાતમી મળતા એસઓજીએ કોર્ડન કરીને ઝડપી લીધા હતા. પુછપરછમા તે અજયસિંહ ચૌહાણ રહે.આરસોડીયા,તા.ઇડર,જયદીપ રાઠોડ રહે.મહુડી, ઉમેશ રાવળ રહે.દેવપુરા શાળાની બાજુમા, સિદ્ધાર્થસિંહ રહે.દેવપુરા, સુધીર બાબુભાઇ રાવળ, રહુ. દેવપુરા હોવાનું અને તેમને મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાંથી કુલ 5 અેરંડા ચોરીઓ કબુલી હતી.પોલીસે ચોરીનો મુદ્દામાલ રીકવર કરવા તજવીજ કરી હતી.

તપાસમા ચોરી કરેલ એરંડા વિજાપુર માર્કેટયાર્ડમા વેચાણ આપ્યા હોવાનું ખુલ્યુ હતું. આ સાથે એરંડા ચોરીઓમાં આકાશ રાઠોડ રહે.જુનાદેવપુરા, અર્જુન રાઠોડ રહે.જુના દેવપુરા, ગણપત રાઠોડ, વિરેન્દ્ર ઝાલાના નામ ખુલ્યા છે જે પૈકીના બે હાલમાં એટ્રોસીટીના ગુનામા મહેસાણા સબજેલમા રખાયા હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...