હાર્દિકના સમર્થનમાં કેશરગંજના 72 બાળકોએ મુંડન કરાવ્યું

મહેસાણા | પાટીદારોને અનામત અને ખેડૂતોને દેવામાફીની માંગ સાથે છેલ્લા 11 દિવસથી આમરણ ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલના...

DivyaBhaskar News Network | Updated - Sep 06, 2018, 02:35 AM
Himatnagar - હાર્દિકના સમર્થનમાં કેશરગંજના 72 બાળકોએ મુંડન કરાવ્યું
મહેસાણા | પાટીદારોને અનામત અને ખેડૂતોને દેવામાફીની માંગ સાથે છેલ્લા 11 દિવસથી આમરણ ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલના સમર્થનમાં તેમજ હિંમતનગરના ગઢોડા પાસે મા ઉમાના રથને અટકાવી પાટીદારો પર કરાયેલા લાઠીચાર્જના વિરોધમાં હવે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પાટીદાર સમાજ ખુલીને બહાર આવી ગયો છે. મંગળવારે રાત્રે ઊંઝામાં ટાયરો સળગાવવાની ઘટના બાદ બુધવારે વિસનગરમાં બંધના એલાન દરમિયાન બપોરે ત્રણ દરવાજા ટાવર ચોકમાં થાળી વેલણ સાથે ધસી આવેલી મહિલાઓને પોલીસે અટકાવતાં ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસે 6 મહિલાઓને ડિટેઇન કરતાં મામલો વણસ્યો હતો અને હાઇવે પર ટોળાએ એસટી બસના કાચ ફોડતાં તંગદિલી છવાઇ ગઇ હતી. તો વિજાપુરમાં ટીબી રોડ પર 14 પાટીદાર યુવકોએ મુંડન કરાવ્યું હતું. સાબરકાંઠાના વડાલીના કેશરગંજમાં 72 પાટીદાર બાળકોએ મુંડન કરાવી સમાજ માટે સ્વાભિમાન વ્યક્ત કર્યું હતું. તો સિદ્ધપુરમાં હાઇવે પર હાર્દિકના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરતા 7 પાટીદારોની પોલીસે અટકાયત કરી હતી. બીજી તરફ હાર્દિકના સ્વસ્થ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે ગામે ગામ ધૂન અને પ્રાર્થનાઓ યોજાઇ રહી છે. પાટીદારોના અણધાર્યા કાર્યક્રમોથી આઇબી સહિત પોલીસ એલર્ટ બની ગયું છે.

વડાલી |પાટીદારોને અનામત આપવા અને ખેડૂતોના દેવા માફ કરવા છેલ્લા 12 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલના સમર્થનમાં વડાલી તાલુકાના કેશરગંજ ગામના 72 બાળકો અને યુવાનોએ બુધવારે સામુહિક મુંડન કરાવ્યુ હતુ અને યજ્ઞ યોજી હાર્દિકની તંદુરસ્તી અને સલામતી માટે અને અનામત આંદોલનના 14 શહીદોના પરિવારજનોને શક્તિ પ્રદાન કરવા મા ઉમા ખોડલને પ્રાર્થના કરવામાં આવી હતી. પાટીદાર અનામત આંદોલન સમયે શહીદ થયેલા શહીદોના પરિવારજનોને શક્તિ મળે તે હેતૂસર યજ્ઞ યોજી મા ઉમા ખોડલને પ્રાર્થના કરવામાં આવી હતી. મહિલાઓ દ્વારા થાળી વેલણ વગાડી જય સરદાર જય પાટીદાર જય મા ઉમા ખોડલના નારા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. તસવીર-નિતુલ પટેલ

X
Himatnagar - હાર્દિકના સમર્થનમાં કેશરગંજના 72 બાળકોએ મુંડન કરાવ્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App