તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Himatnagar મેઘરજના ઇપલોડાની 40 વર્ષીય મહિલાને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ

મેઘરજના ઇપલોડાની 40 વર્ષીય મહિલાને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘરજ | મેઘરજના ઇપલોડાની 40 વર્ષીય મહિલાને તાવ, શરદીની તકલીફ જણાતાં હિંમતનગર ખસેડાઇ હતી. જ્યાં રિપોર્ટ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ જણાયો હતો. જ્યારે મેઘરજના ગાયવારડાના યુવકનું મંગળવારે સ્વાઇન ફ્લૂથી મોત થયા બાદ પરિવારના 5 સભ્યોને સારવાર અર્થે ખસેડાયા

ગાયવારડાના યુવકના મોત બાદ 5 સભ્યોને સારવાર અર્થે ખસેડાયા
મેઘરજના ઇપલોડાની 40 વર્ષીય મહિલા માલપુરના સાતરડા ગામે મજુરી કામ અર્થે રહેતી હતી. ત્રણ દિવસ અગાઉ મહિલાને તાવ, શરદી શ્વાસની તકલીફ જણાતાં મહિલા હિંમતનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ રહી હતી. તબીબ પરીક્ષણમાં સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતાં મહિલાને સારવારની તજવીજ હાથ ધરી હતી.

જ્યારે મેઘરજના ગાયવાછરડા ગામે 35 વર્ષીય યુવકને શનિવારે મેઘરજના સરકારી દવાખાને સારવાર અર્થે લઇ જવાયો હતો. બીજા દિવસે યુવકને વધુ તકલીફ જણાતાં મોડાસા રીફર કર્યોહતો મોડાસાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યા મંગળવારે બપોરે યુવકનુ મોત થયુ હતું. બીજા દિવસે મૃતકના પરિવાર જનોને સરદી,ખાંસી, તાવ અને શ્વાસની તકલીફ જણાતાં પાંચ સભ્યોને મેઘરજની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...