• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Himatnagar
  • Himatnagar હિંમતનગર પોલીસ લાઇનમાં કોન્સ્ટેબલનો મહિલા પોલીસકર્મી પર દુષ્કર્મનો પ્રયાસ

હિંમતનગર પોલીસ લાઇનમાં કોન્સ્ટેબલનો મહિલા પોલીસકર્મી પર દુષ્કર્મનો પ્રયાસ

DivyaBhaskar News Network

Sep 06, 2018, 02:35 AM IST
Himatnagar - હિંમતનગર પોલીસ લાઇનમાં કોન્સ્ટેબલનો મહિલા પોલીસકર્મી પર દુષ્કર્મનો પ્રયાસ
હિંમતનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતેની પોલીસ લાઇનમાં ગત શનિવારે રાત્રે મહિલા પોલીસ કર્મીના યૌન ઉત્પીડનનો પ્રયાસ કરનાર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિરુદ્ધ ત્રણ દિવસ બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. ભોગ બનનાર મહિલા પોલીસકર્મી અનૂ.જનજાતિની હોવાથી સમગ્ર મામલાની તપાસ ડીવાયએસપી એસ.સી.એસ.સેલને સોંપવામાં આવી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહીતી અનુસાર ગત શનિવારના રોજ રાત્રે પોણા અગિયારેક વાગ્યે અે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જીતેન્દ્રસિંહે પોલીસ લાઇનમાં પોતાના ભાઇની સાથે રહેતી મહિલા પોલીસ કર્મીના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મહિલા પોલીસકર્મી જ્યાં સૂઇ રહેલ હતી. તે ખાટલામાં આવી સૂઇ જતા મહિલા પોલીસકર્મી જાગી જતા તેનું મોઢુ દબાવી આબરૂ લેવાની કોશિષ કરતા મહિલાએ બૂમાબૂમ કરતા બાજુમાં નીચે પથારીમાં સૂઈ રહેલ ભાઇ જાગી ગયો હતો અને જીતેન્દ્રસિંહ ઘરમાંથી બહાર નીકળી ગયો હોવા અંગે મહિલા પોલીસકર્મીએ મંગળવારના રોજ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જીતેન્દ્રસિંહ વિરુદ્ધ આઇપીસી 35 4(એ) 1 તથા અનુ.જનજાતિ સુધારણા અધિનિયમ -2015ની કલમ 3(1) આર.એસ. ડબલ્યુ (1), 3(2) (5 એ) અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ કર્મી મોડી રાત્રે ઘરમાં કેવી રીતે ઘૂસ્યો

છેડતીનો ભોગ બનનાર મહિલા પોલીસકર્મીએ ફરિયાદમાં જણાવ્યુ છે કે તે અને તેનો ભાઇ બંને એકલા રહે છે અને પોતે પરિણીત છે તથા પતિ સાથે મનમેળ ન હોઇ પતિ તેમના ઘેર રહે છે. બનાવના દિવસે સાંજે જમ્યા બાદ પ્રથમ રૂમમાં એક મોબાઇલ ચાર્જમાં મૂકેલ હોય તેમણે તેમના ભાઇને પૂછતા ભાઇએ કહ્યુ કે આપણી સામે રહેતા જીતેન્દ્રસિંહનો છે અને તુ જમવાનુ બનાવતી હતી તે વખતે નવેક વાગ્યે મોબાઇલ ચાર્જીંગમાં મૂક્યો હતો. તે પછી દસ વાગ્યા સુધી જીતેન્દ્રસિંહ મોબાઇલ લેવા આવેલ ન હોવાથી દરવાજાની સ્ટોપર મારી ન હતી અને જીતેન્દ્રસિંહ મોબાઇલ લેવા આવે તો મોબાઇલ આપી દરવાજો બંધ કરવાનુ કહી ભોગ બનનાર સૂઇ ગયેલ અને પોણા અગિયારેક વાગ્યે આ ઘટના બની હતી.

X
Himatnagar - હિંમતનગર પોલીસ લાઇનમાં કોન્સ્ટેબલનો મહિલા પોલીસકર્મી પર દુષ્કર્મનો પ્રયાસ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી