10 લાખની માંગ કરી ત્રાસ આપતાં પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ

હડીયોલની પરિણીતા પર પતિ વહેમ રાખી મારઝુડ કરતો હતો

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 02:35 AM
Himatnagar - 10 લાખની માંગ કરી ત્રાસ આપતાં પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ
હિંમતનગરના હડીયોલ પરણાવેલ મહિલાએ પતિ તથા સાસુ- સસરા વિરૂદ્ધ રૂ. 10 લાખની માંગણી કરી મેણા - ટોણા મારી ત્રાસ ગુજારવા અંતર્ગત એ ડિવિઝનના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

બનાવની વિગત અનુસાર, હિંમતનગરના હડીયોલ ગામની પરિણીતા હેતલબેન ચિન્મય સુથાર (ગઢોડા)ને પતિ તથા સાસુ- સસરાએ અવાર - નવાર ઘરકામ બાબતે મેણા - ટોણા મારી તકરાર કરી હતી અને પતિ ચિન્મય સુથારે વહેમ રાખી મારઝૂડ કરી ત્રાસ આપવામાં ગુજાર્યો હતો અને સાસુ - રેખાબેન તથા સસરા કાન્તીલાલે પરિણીતા હેતલબેનને કહેલ કે મારો દિકરો કોઇ કામ ધંધો કરતો નથી જેથી તુ મારા પિયરમાંથી ધંધા માટે રૂ.10 લાખ લઇ આવ તો જ તને રાખવાની છે તેમ કહી પૈસાની માગણી કરી ત્રાસ ગુજારતા હેતલબેને પતિ - તથા સાસુ - સસરા વિરુદ્ધ હિંમતનગર અેડિવિઝનના પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધવતા પોલીસ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X
Himatnagar - 10 લાખની માંગ કરી ત્રાસ આપતાં પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App