તલોદના કાબોદરીમાં અકસ્માતમાં સારવાર દરમિયાન મોત થયું

Himatnagar - તલોદના કાબોદરીમાં અકસ્માતમાં સારવાર દરમિયાન મોત થયું

DivyaBhaskar News Network

Sep 06, 2018, 02:35 AM IST
તલોદ તાલુકાના કાબોદરી બસ સ્ટેન્ડ નજીક વીસેક દિવસ અગાઉ સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિનુ સારવાર દરમિયાન મોત નીપજતા તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. ગત તા.16/08/18 ના રોજ કાબોદરી ગામના બસ સ્ટેન્ડ પર અજાણ્યા વાહન ચાલકે દીપસિંહ તખતસિંહ ઝાલા (રહે. જેઠાજીના મુવાડા તા. તલોદ) ને ટક્કર મારતા તેમને શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. તેમના કુટુંબી ભાઇ રંગુસિંહ જેઠુસિંહ ઝાલાએ દિપસિંહ તખતસિંહ ઝાલા (ઉ.વ.60)નું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હોવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

X
Himatnagar - તલોદના કાબોદરીમાં અકસ્માતમાં સારવાર દરમિયાન મોત થયું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી