Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Himatnagar » Himatnagar - સાબરકાંઠામાં તલાટી મંડળે પડતર પ્રશ્નોને લઇ આવેદનપત્ર આપ્યુ

સાબરકાંઠામાં તલાટી મંડળે પડતર પ્રશ્નોને લઇ આવેદનપત્ર આપ્યુ

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 02:35 AM

પેનડાઉન, માસ સીએલ, અને ધરણા યોજવાની ચીમકી

  • Himatnagar - સાબરકાંઠામાં તલાટી મંડળે પડતર પ્રશ્નોને લઇ આવેદનપત્ર આપ્યુ
    સાબરકાંઠા જિલ્લા તલાટીમંડળ દ્વારા સોમવારે તલાટીઓના પ્રશ્નો અને સમસ્યાઓના નિરાકરણ માટે દૂર્લક્ષ્ય સેવવામાં આવતુ હોવાથી કલેક્ટરને આવેદનપત્ર આપી હકારાત્મક નિરાકરણ માટે પગલા નહી લેવાય તો પેનડાઉન, માસસીએલ અને ધરણા સહિતના કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

    તલાટીઓના પ્રશ્નો અને સમસ્યાઓનુ નિરાકરણ લાવવા સરકારમાં અનેકવાર રજૂઅાતો કરવામાં આવી હોવા છતાં અત્યારસુધી હકારાત્મક નિરાકરણ આવ્યુ નથી જેના કારણે ઠરાવવામાં આવ્યા મુજબ 10મીએ જિલ્લા તલાટી મંડળ ધ્વારા કાળી પટ્ટી ધારણ કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ અને 17મીએ પેનડાઉન કાર્યક્રમ 29મીએ માસ સીએલ તથા સ્થાનિક કક્ષાએ દેખાવો અને 2જીએ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending