• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Himatnagar
  • Himatnagar - હિંમતનગર અેલસીબીએ ત્રણ જિલ્લામાં રાડ પડાવનારા ત્રણ ચેન સ્નેચર્સ ઝડપ્યા

હિંમતનગર અેલસીબીએ ત્રણ જિલ્લામાં રાડ પડાવનારા ત્રણ ચેન સ્નેચર્સ ઝડપ્યા

પોલીસે 2.66 લાખના સોનાના દોરા, મંગળસૂત્ર કબ્જે લીધા, એક કિશોર પણ પકડાયો

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:35 AM
Himatnagar - હિંમતનગર અેલસીબીએ ત્રણ જિલ્લામાં રાડ પડાવનારા ત્રણ ચેન સ્નેચર્સ ઝડપ્યા
સાબરકાંઠા, ગાંધીનગર અને મહેસાણા, જિલ્લામાં રાડ પડાવી દેનાર ત્રણ ચેન સ્નેચર્સને સા.કાં. એલસીબીએ ઝડપી પાડીને પાંચ જણાની ચેન સ્નેચર્સ ગેંગનો પર્દાફાશ કર્યો હતો અને ચેઇન સ્નેચીંગના 13 જેટલા ગુનાો ભેદ ઉકેલી રૂ. 2.66 લાખ ના સોનાની 8 ચેન અને એક મંગળસૂત્ર કબ્જે લઇ ગુનો નોંધી ગેંગના અન્ય શખ્સોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.

એલસીબીપીઆઇ વી.આર. ચાવડાએ વિગત આપતા જણાવ્યુ કે અસંખ્ય સીસીટીવી ફૂટેજની ચકાસણી દરમિયાન એક ફૂટેજમાં સફેદ રંગનુ એફ.ઝેડ બાઇક શંકાસ્પદ જણાઇ આવ્યુ હતુ અને મોટાભાગના કિસ્સામાં અવાજ બાઇકની સંડોવણી બહાર આવી હતી.

તદ્દપરાંત અેક ફૂટેજમાં બાળ કિશોરનો સ્પષ્ટ ચહેરો જોવા મળતા તેની પણ ઓળખ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પ્રાંતિજ તાલુકાના અમીનપુર ગામના કરણસિંહ ઉર્ફે રાક્ષસ જસવંતસિંહ મકવાણા, કુન્દનજી દશરથજી ચૌહાણ અને એક બાળ કિશોર પાસે આવી બાઇક હોવાની તથા તેમની ગતિ વિધિઓ શંકાસ્પદ હોવાની માહીતી મળતા તેમની પર વોચ રાખવામાં આવી રહી હતી અને સોમવારે બપોરે બે વાગ્યે આ ત્રણેય શખ્સો નંબર વગરની એફઝેડ લઇને મોતીપુરા સર્કલ આવી પહોંચતા પીએસઆઇ જે.પી. રાવ, હરપાલસિંહ, વિષ્ણુસિંહ, જુલીયટ કુમાર, સલીમ વગેરેએ બાઇક ઉભુ રખાવી તપાસ કરતા કરણસિંહ મકવાણા પાસેથી સોનાની ચેન બાબતે ગલ્લા તલ્લા કરતા ત્રણ પૈકી કરણસિંહ ઉર્ફે રાક્ષસ જશવંતસિંહ મકવાણા (ઉ.વ.22) અને કુંદનજી દશરથજી મકવાણા (ઉ.વ.23)ની અટકાયત કરી હતી અને બાળ કિશોરને ડીટેઇન કર્યો હતો. ચેઇન સ્નેચર્સ ગેંગના અન્ય આરોપી નરેશજી શીવાજી મકવાણા (રહે. અમીપુર તા. પ્રાંતિજ) ને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.

મોડી સાંજે જ ચેન સ્નેચિંગ કરતાની ઓપરેન્ડી

પ્રાંતિજ તાલુકાના અમીનપુરાની ચેઇન સ્નેચર્સ ગેંગના લબરમૂછીયા આરોપીઓ ચેઇન સ્નેચીંગની તપામ ઘટનાઓને સાંજે સાતથી રાત્રે દસ વાગ્યા દરમિયાન જ અંજામ આપતા હોવાની અોપરેન્ડી જોવા મળી છે. તેમણે કબૂલ કરેલ 13 ગુન્હા પૈકી 8 કિસ્સામાં બાળ કિશોરે ચાલુ બાઇકે દોરા ખેંચ્યા છે અને એકમાં તેણે બાઇક ચલાવ્યુ હતું.

X
Himatnagar - હિંમતનગર અેલસીબીએ ત્રણ જિલ્લામાં રાડ પડાવનારા ત્રણ ચેન સ્નેચર્સ ઝડપ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App