કડોલીમાં જુગાર રમતા 7 શકુનિઓ રૂ.21,410 રોકડ સાથે ઝડપાયા

હિંમતનગર તાલુકાના જૂની કડોલીમાં મંગળવારે રાત્રે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતાં રૂરલ પોલીસે...

DivyaBhaskar News Network | Updated - Sep 06, 2018, 02:35 AM
Himatnagar - કડોલીમાં જુગાર રમતા 7 શકુનિઓ રૂ.21,410 રોકડ સાથે ઝડપાયા
હિંમતનગર તાલુકાના જૂની કડોલીમાં મંગળવારે રાત્રે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતાં રૂરલ પોલીસે રેડ કરી 7 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી રૂ. 21410 રોકડ કબ્જે લઇ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સાતમ-આઠમના તહેવારો દરમિયાન રમાતા શ્રાવણીયા જુગાર માટે સા.કાં. એસ.પી. ચૈતન્ય માંડલીક દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ માટે આપવામાં આવેલ સૂચના અંતર્ગત મંગળવારે રૂરલ પોલીસે જૂની કડોલી ગામમાં રાકેશજી લક્ષ્મણજી ચૌહાણના ઘરની આગળ ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળે જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમી મળતાં પીએસઆઇએ સ્ટાફ સહિત પહોંચી જઇ રેડ કરતાં પ્રતાપ લક્ષ્મણ ચૌહાણ, અરવિંદ રણજીત ચૌહાણ, રાકેશ લક્ષ્મણ ચૌહાણ, શૈલેશ નવઘણ ઓડ, જયપાલ ભૂપત રાઠોડ, જીતેન્દ્ર જગત ઝાલા અને નારસિંહ કેશરી ઝાલા (તમામ રહે. જૂની કડોલી) તમામને જુગાર રમતા ઝડપી કુલ રોકડ રૂ. 21410 કબ્જે લઇ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

X
Himatnagar - કડોલીમાં જુગાર રમતા 7 શકુનિઓ રૂ.21,410 રોકડ સાથે ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App