હિંમતનગર SOG અે ચોરીના એક્સેસ સાથે એકને ઝડપ્યો

અમદાવાદના શખ્સને પેટ્રોલીંગ દરમ્યાન પકડ્યો

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:35 AM
Himatnagar - હિંમતનગર SOG અે ચોરીના એક્સેસ સાથે એકને ઝડપ્યો
સાબરકાંઠા એસઓજીએ મોતીપુરા બાયપાસ ત્રણ રસ્તા નજીકથી મંગળવારે ચોરીના અેક્સેસ સાથે મૂળ અમદાવાદના એક શખ્સને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

એસઅોજી સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર એસઓજી પીએસઆઇ એસ.એન. પરમાર સ્ટાફ સહીત પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મૂળ અમદાવાદના અને હાલ હસનનગર સરકારી વસાહતમાં રહેતા અમજદખાન સ/ઓ જલાલખાન પઠાણને મોતીપુરા બાયપાસ ત્રણ રસ્તા નજીક આવેલ કેનાલના પૂલીયા નજીક એક્સેસ નં.જી.જે-9-સી.ટી.-257 લઇ જતા શંકાસ્પદ હાલતમાં પકડી પાડી એક્સેસના પેપર્સ માગતા ગલ્લા તલ્લા કરતા પોકેટ કોપ અને ઇ- ગુજકોપની મદદથી તપાસ કરતા આ એક્સેસ ચોરીનુ હોવાનુ ખૂલ્યા બાદ તેણે સાતેક દિવસ પહેલા મહાવીનગરની ગ્રીનપાર્ક સોસાયટીમાંથી ચોરી કર્યુ હોવાની કબૂલાત કરતાં આગળની કાર્યવાહી માટે બાઇક ચોરને એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો.

X
Himatnagar - હિંમતનગર SOG અે ચોરીના એક્સેસ સાથે એકને ઝડપ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App