• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • સુરપૂરથી બરવાવ રોડ પર બાઇક સ્લીપ મારી જતાં ચાલકનુ઼ મોત

સુરપૂરથી બરવાવ રોડ પર બાઇક સ્લીપ મારી જતાં ચાલકનુ઼ મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર |15 જૂને વડાલી તાલુકાના મઠ ભોજાયતના વિરાજી ઠાકરડા સાંજે સાડા છ વાગ્યે ખેતરનું કામ પતાવીને બાઇક લઇને ઇડર જવાનું કહીને ઘેરથી નીકળ્યા બાદ રાત્રે નવેક વાગ્યે સૂરપૂરથી બરવાવ રોડ પર તેમનુ બાઇક સ્લીપ થઇ જતાં રોડ પર પટકાયા હતા અને 108 મારફતે ઇડર અને ત્યારબાદ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી 17મી જૂને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ તેમનું 25મી જૂને સવારે સવા આઠેક વાગ્યે સારવાર દરમિયાન મોત નીપજ્યુ હોવા અંગે મૃતકના પિતા પારખાનજી લલવાજી ઠાકરડાએ ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...