તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • હિંમતનગર તા.પં. ના 3 બળવાખોરોને નોટિસ, સાત દિવસમાં ખુલાસો માગ્યો

હિંમતનગર તા.પં. ના 3 બળવાખોરોને નોટિસ, સાત દિવસમાં ખુલાસો માગ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર તાલુકાના પંચાયતમાં એક સપ્તાહ અગાઉ કોંગ્રેસના બે સદસ્યોએ ભાજપનો ભગવો ખેસ પહેરી લઇ અને એક સદસ્ય ગેરહાજર રહેતા કોંગ્રેસને સત્તા ગુમાવવાનો વારો આવવાના પ્રકરણમાં ચૂંટણી સંકલન સમિતિના આદેશને પગલે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધ્વારા ત્રણેય સદસ્યોને નોટીસો ઇશ્યુ કરી સાત દિવસમાં ખૂલાસો કરવા જણાવાયુ છે.

સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે ગત 20 મી જૂન ના રોજ હિંમતનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની હતી જેમાં બંને પદ માટે કોંગ્રેસના સદસ્યોઅે પાર્ટીના મેન્ડેટની વિરુધ્ધમાં જઇ ઉમેદવારી નોંધાવી હતી તેમ છતાં સ્થાનિક કોંગ્રેસ સંગઠન ધ્વારા બંને સદસ્યોને મનાવી લેવા પ્રયાસ કરવામાં આવ્યા ન હતા અને મોકાની રાહ જોઇને બેઠેલ ભાજપે કોંગ્રેસના જ સદસ્યની મદદથી આ બંને સદસ્યોને મનાવી લઇ 20 મી જૂને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભગવો ખેસ પહેરાવી કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી હતી. જેના અનુસંધાને જિલ્લા કોંગ્રેસ સમીતીના પ્રમુખ મણીભાઇ પટેલે ભાજપનો ખેસ પહેરી પ્રમુખ બનનાર નયનાબેન ગીરીશભાઇ પટેલ અને ઉપપ્રમુખ બનનાર ધૂળસિંહ મૂળસિંહ પરમાર તથા ગેરહાજર રહેનાર મમતાબેન વિરુધ્ધ પક્ષના આદેશનુ પાલન ન કર્યુ હોવા અંગે પ્રદેશમાં રીપોર્ટ કર્યો હતો જેના અનુસંધાને ચૂંટણી સંકલન સમીતીના ચેરમેન બાલુભાઇ પટેલના આદેશને પગલે ત્રણેય સદસ્યોને નોટીસ આપી કોંગ્રેસના પ્રતીક પર ચૂંટાયેલા હોવા છતાં તાલુકા પંચાયતની ચૂંટણીમાં પક્ષના આદેશનો અનાદર કરેલ હોય તેમની વિરુધ્ધ પક્ષાંતર ધારા હેઠળ કેમ પગલા ન લેવા તે બાબતે 7 દિવસમાં ખૂલાસો કરવા જાણ કરી હોવાનુ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મણીભાઇ પટેલે જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...