તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • 10 ટકાના દરે ભાવફેર ચૂકવવા ઇડર અને વડાલીના પશુપાલક સંઘર્ષ સમિતિની માંગ

10 ટકાના દરે ભાવફેર ચૂકવવા ઇડર અને વડાલીના પશુપાલક સંઘર્ષ સમિતિની માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇડર - વડાલી પશુપાલક સંઘર્ષ સમિતિ દ્વારા પ્રાંત અધિકારી ઇડરને સાબરડેરી દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ દૂધમાં 10 ટકાના દરે ભાવફેરની ચૂકવણી કરવા બાઇક રેલી કાઢી ઇડર ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું.

વડિયાવીર ગામે બિલેશ્વર મંદિરમાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા અને ભાવફેર મામલે આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને બુધવારે સાડા અગિયારેક વાગ્યે ભિલોડા ત્રણ રસ્તા ખાતે 150થી વધુ બાઇક પર પશુપાલકોએ એકઠા થઇ પ્રાંત કચેરી પહોંચી આવેદનપત્ર આપ્યુ હતું. ચોટાસણ ગામના ચેતનભાઇ ભીખાભાઇએ જણાવ્યુ હતુ કે પશુપાલકોને 10 ટકા મુજબ ભાવ વધારો નહી મળે ત્યાં સુધી સાબરડેરીના વિરુધ્ધમાં કાર્યક્રમો આપવામાં આવશે. આવેદનપત્ર આપતી વખતે ચોટાસણ, ગોરલ, કડિયાદરા, ભૂતિયા, વડિયાવીર, કાનપુર, ભાણપુર, બડોલી, મુડેટી, ગોધમજીના આજુબાજુના પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.

કિસાનસભાના મંત્રી મોતીલાલ પરમારે રજૂઆત કરી હતી કે, પશુપાલકોને તદ્દન નહીવત્ વાર્ષિક ભાવફેર આપવામાં આવ્યો છે. જે ખેડૂતો માટે મરણ તોલ ફટકા સમાન છે તેમણે જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ પશુપાલકોને 10 ટકા સુધીનો ભાવફેર તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...