તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • હિંમતનગરમાંથી પસાર થતી હાથમતી નદીમાં કેમીકલવાળુ પાણી આવતાં ફીણના પરપોટા

હિંમતનગરમાંથી પસાર થતી હાથમતી નદીમાં કેમીકલવાળુ પાણી આવતાં ફીણના પરપોટા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર શહેરની ફરતે પસાર થતી હાથમતી નદી ગંદા પાણીના નિકાલ માટેની મોટી કેનાલ બનાવી દેવાઇ છે. વગર વરસાદે અને ઉપરવાસમાં બાંધેલ ગુહાઇ ડેમમાંથી પાણી છોડવામાં ન આવતુ હોવા છતાં નદીમાં પાણી વહેતુ રહે છે જે સંશોધનનો વિષય બની રહે તેમ છે છેલ્લા કેટલાક દિવસથી આ પાણીમાં કેમીકલનો પણ નિકાલ કરવામાં આવતો હોય તેવુ જણાઇ રહ્યુ છે. ભોલેશ્વર મંદિર જતા ડીપની બાજુમાં ફીણના ઢગ સર્જાય છે અને દુર્ગંધ પણ મારે છે.

શહેરની ફરતે હાથમતી નદીમાં બારે માસ પાણી વહેતુ રહે છે. ઉપરવાસમાંથી એટલે કે ગુહાઇ જળાશયમાંથી પાણી છોડવામાં આવતુ નથી. તેમ છતાં ગંદા પાણીનો એટલા મોટા પ્રમાણમાં નિકાલ થાય છે કે નદી વહેતી રહે છે. જેમાં સ્લોટર હાઉસનો વેસ્ટ પણ નાખવામાં આવે છે. આ બધાની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ભોલેશ્વર મંદિર ડીપની બાજુમાં ફીણના ઢગ ખડકાવા માંડ્યા છે કેમીકલવાળુ વેસ્ટ પાણી નદીમાં નાખી નદીને પ્રદૂષિત કરવામાં આવી રહી છે. મંદિર જતા લોકોના નાકાના ટેરવા અસહ્ય દૂર્ગંધથી ઉંચા ચઢી જાય છે. કલેક્ટર દ્વારા નદીને પ્રદૂષિત કરી રહેલ તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી પ્રર્વતી રહી છે.નદીનું કુદરતી સૌંદર્ય જાળવી રાખવાને બદલે નિયમો એરણે ચઢાવી નદીને પ્રદૂષિત કરવામાં શહેરીજનોઅે પાછુ વળીને જોયુ નથી.

અન્ય સમાચારો પણ છે...