તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • હિંમતનગરમાં જ્વેલરી શો રૂમમાંથી 25 તોલા સોનું,10 કિલો ચાંદીની ચોરી

હિંમતનગરમાં જ્વેલરી શો- રૂમમાંથી 25 તોલા સોનું,10 કિલો ચાંદીની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરના ગાંધી રોડ પર બુધવારે મળસ્કે ત્રાટકેલા તસ્કરોએ પાયલ જ્વલર્સ નામના શો-રૂમની પાછળના ભાગે આવેલી બારીની ચાર એંગલો તોડી અંદર ઘૂસી 25 તોલા સોનુ અને સાડા 10 કિલો ચાંદીના દાગીના તેમજ રૂ. સવા બે લાખ રોકડ રકમ સહિત રૂ.10.46 લાખની મત્તા ચોરી હતી. તો પાયલ જ્વેલર્સને અડીને જ આવેલા સંસ્કૃતિ સાડી સેન્ટરમાં પણ પાછળનો દરવાજો અને જાળી તોડી અંદર ઘૂસી તેમાંથી ચારેક હજારની મત્તા ચોરી ભાગી ગયા હતા. તો મીઠાલાલ પેલેસના ઉપરના માળના દરવાજાનું તાળું તોડી ચોરીનો પ્રયાસ કરાયો હતો. શહેરના હાર્દસમા વિસ્તારમાં એક જ રાતમાં ત્રણ શોરૂમમાં ચોરીની ઘટનાને લઇ વેપારીઓમાં ભય છવાઇ ગયો હતો. તો પોલીસે સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ત્રણ તસ્કરોની ફૂટેજ આધારે ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

હિંમતનગર શહેરના ગાંધી રોડ પર આવેલા રામેશ્વરલાલ શંકરલાલ મૈલાનાના પાયલ જ્વેલર્સનો મુખ્ય દરવાજો ગાંધી રોડ પર છે અને પાછળનો ભાગ વાવ બાજુ છે. બુધવારે મળસ્કે ત્રણ વાગે ત્રાટકેલા તસ્કરો જીઇબીનો કેબલ પકડી ઉપર ચડ્યા બાદ જ્વેલર્સના ભાગની બારીની ચાર એંગલો તોડી ત્રણ ચોરો અંદર ઘૂસ્યા હતા અને બેટરીના પ્રકાશની મદદથી સોના ચાંદીના દાગીના અને રોકડ ચોરી હતી. તદ્દપરાંત રજનીકાન્ત મીઠાલાલ દોશીની મીઠાલાલ પેલેસના ઉપરના માળના દરવાજાનું તાળું તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો.બી ડિવિઝન પીએસઆઇ એસ.ડી. ચાવડાએ જણાવ્યું કે, ઘટના સંદર્ભે ખાસ બ્રાન્ચો તેમજ ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લીધી છે. સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે. પ્રારંભિક તપાસમાં જ્વેલર્સમાંથી 25 તોલા સોનુ અને 10.5 કિલો જેટલી ચાંદીના દાગીના અને રૂ. 2.25 લાખ રોકડ રકમની ચોરી થયાનું જાણવા મળ્યું છે. ચોરો તિજોરીઓ તોડી શક્યા નથી.

બારીના ચાર એંગલો તોડી પ્રવેશ્યો ચાર પૈકી બે ચોર સીસીકેમેરામાં કેદ થયા
રોડ પર રાત્રે તમામ સીસીટીવી કેમેરા બંધ રખાય છે, ચોકીદાર પણ નથી
રૂ. 10.46 લાખની ચોરીની તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, ગાંધી રોડ પર આવેલા તમામ વેપારીઓ રાત્રે સીસીટીવી કેમેરા બંધ રાખે છે. ગાંધી રોડ પર મોટા જ્વેલર્સ અને અન્ય શો રૂમ હોવા છતાં એકેય ચોકીદાર પણ રખાયો નથી. સુરક્ષાના મામલે દરકાર લેવાઇ નથી. પાયલ જવેલર્સમાં અંદરના કેમેરા ચાલુ હતાં.

સંસ્કૃતિ સાડી સેન્ટરમાં પણ હાથફેરો
પાયલ જ્વેલર્સની બાજુમાં જ આવેલા સંસ્કૃતિ સાડી સેન્ટરમાં પણ તસ્કરો પાછળનો દરવાજો અને જાળી તોડી અંદર ઘૂસ્યા હતા. તેના માલિક કનુભાઇએ જણાવ્યું કે, ગલ્લામાંથી ત્રણેક હજાર રોકડ અને બે-ત્રણ જોડ કપડાં ગયાં છે. ઘટના સ્થળને જોતાં ચોરી પહેલાં રેકી કરી હોવી જોઇએ.

તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયાં
તસ્કરોએ જ્વેલર્સના શો રૂમમાં ઘૂસતાંની સાથે જ 6 કેમેરામાંથી 5 કેમેરા અલગ દિશામાં ફેરવી દીધા હતા. જ્યારે એક કેમેરાને નુકસાન પહોંચાડ્યું હતું. પરંતુ તે પહેલાં તેમના ચહેરા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. અંદર ઘૂસેલા ચાર તસ્કરો પૈકી બે તસ્કરોના ચેહરા સ્પષ્ટ દેખાતાં હતાં.બેએ રૂમાલ બાંધેલો હતો.

અન્ય સમાચારો પણ છે...