• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Himatnagar
  • Himatnagar અનુસુચિત જાતિના કચેરીના લાંચિયા અધિકારીઓની જામીન અરજી ના મંજૂર

અનુસુચિત જાતિના કચેરીના લાંચિયા અધિકારીઓની જામીન અરજી ના મંજૂર

Himatnagar - અનુસુચિત જાતિના કચેરીના લાંચિયા અધિકારીઓની જામીન અરજી ના મંજૂર

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:31 AM IST
ગત તા. 18 મી જુલાઇએ ચોક્કસ અને આધારભૂત માહીતીને આધારે ગાંધીનગર એસીબી દ્વારા હિંમતનગર સ્થિત અનૂસૂચિત જાતિ કલ્યાણની કચેરીમાં સર્ચ કરવામા આવ્યા બાદ વિભાગના અધિકારીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આરોપી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ જામીન અરજી એસીબી સ્પે. જજ સાબરકાંઠા દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.

તા. 18/07/18 ની સર્ચ કાર્યવાહી બાદ હિંમતનગર અેસીબી કચેરીમાં જાણવા જોગ ફરીયાદ નોંધવામાં આવી હતી અને વિભાગના રેકર્ડ ની ચકાસણી બાદ તા. 27/08/18 ના રોજ હિંમતનગર એસીબી કચેરીમાં અરજણભાઇ મોતીભાઇ પટેલ નાયબ નિયામક અનૂ.જાતિ કલ્યાણની કચેરી હિંમતનગર વર્ગ-1, ગણપતભાઇ મોહનભાઇ ચૌહાણ મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ-2 અને રોહિત ધૂળાભાઇ પટેલ સંચાલક નિર્મળ ફાઉન્ડેશન અમદાવાદ વિરુધ્ધ વિધિવત્ ગુન્હો દાખલ થયો હતો.

અેસીબી પી આઇ ભરતભાઇ ચૌધરીએ જણાવ્યું હતુ કે આ ત્રણેય ધ્વારા સ્પે. સેશન્સ જજ એસીબી સા.કા.ની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવતા તા. 11/09/18 ના રોજ કોર્ટે જામીન રદ કરવાનો હુકમ કર્યો હતો.

X
Himatnagar - અનુસુચિત જાતિના કચેરીના લાંચિયા અધિકારીઓની જામીન અરજી ના મંજૂર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી