કતલખાને લઇ જતાં 13 પશુ બચાવાયા

હિંમતનગર શહેરના મોતીપુરા સર્કલથી સોમવારે સવારે એડિવિઝન પોલીસે 13 પશુઓને કતલખાને જતા બચાવી લઇ એકની અટક કરી તમામ...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 02:31 AM
Himatnagar - કતલખાને લઇ જતાં 13 પશુ બચાવાયા
હિંમતનગર શહેરના મોતીપુરા સર્કલથી સોમવારે સવારે એડિવિઝન પોલીસે 13 પશુઓને કતલખાને જતા બચાવી લઇ એકની અટક કરી તમામ પશુઓને પાંજરાપોળમાં મોકલવા તજવીજ હાથ ધરી હતી.

મોતીપુરા સર્કલ પરથી સવારે 7.30 વાગે અેડિવિઝન પોલીસે મહિન્દ્રા પીકઅપ ડાલા (જી.જે-31-ટી-226) ઢોર ભરીને જઇ રહ્યુ હોવાથી તેને ઉભુ રખાવી તપાસ કરતાં તેમાં ઘાસચારો, પાણી અને રેતીની સગવડ વગર 2 ભેંસો અને 11 પાડા મળી 13 પશુઓને મોઢુ તથા પગ ક્રૂરતાથી દોરડાથી બાંધીને લઇ જવાઇ રહ્યા હોવાનુ જોવા મળતાં ઢોર અંગેની પરમીટ માંગતા તે રજૂ ન કરી શકતા નાથુ અાલાભાઇ મુલતાની (રાણા સૈયદ,મોડાસા) ની અટકાયત કરી પશુ સંરક્ષણ અધિનિયમની કલમ અને પશુક્રૂરતા અધિનિયમ અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

એકની અટકાયત, પશુને પાંજરાપોળમાં મોકલી દેવાયા

X
Himatnagar - કતલખાને લઇ જતાં 13 પશુ બચાવાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App