• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Himatnagar
  • Himatnagar - નાબાર્ડના ચીફ જનરલ મેનેજરે સાબરકાંઠા બેંકની મુલાકાત લીધી

નાબાર્ડના ચીફ જનરલ મેનેજરે સાબરકાંઠા બેંકની મુલાકાત લીધી

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રજાજનો માટે જીવાદોરી સમાન ગણાતી ધી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી....

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:31 AM
Himatnagar - નાબાર્ડના ચીફ જનરલ મેનેજરે સાબરકાંઠા બેંકની મુલાકાત લીધી
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રજાજનો માટે જીવાદોરી સમાન ગણાતી ધી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. હિંમતનગરની તા. 11/09/18 ના રોજ અમદાવાદ ઓફિસના નાબાર્ડ ચીફ જનરલ મેનેજર સુનીલ ચાવલાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. અટલ પેન્શન યોજનામાં દેશની જિલ્લા સહકારી બેંકોમાં સૌથી વધુ 10000 કરતા વધુ અેકાઉન્ટ ખોલવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઇ પટેલે જણાવ્યુ કે સાબરકાંઠા- અરવલ્લી જિલ્લાના આમ આદમી અને ખેડૂત - કારીગર - મજૂર વર્ગના ઉત્થાન માટે બેંકના તમામ પ્રયાસોની છણાછટ કરી અને હજુ આ ક્ષેત્રમાં બેંક, નાબાર્ડ તથા સરકારના સહયોગ થકી કઇ રીતે વધુ કાર્યકારી થઇ શકે તેની પણ તલસ્પર્શી વિગતો અાપી હતી. તેમજ નાબાર્ડના ચીફ જનરલ મેનેજરે જણાવ્યુ હતુ કે સહકારી માળખા દ્વારા ખેડૂતને અને છેવાડાના વિસ્તારને બેકીંગ સેવા ઉપલબ્ધ થાય તે માટે બેંકને મોબાઇલ એટીએમ વાન ઉપલબ્ધ કરાવવા સહાય આપવા ખાત્રી આપી હતી અને બેંકને ઓલ ઇન્ડીયા લેવલે બેકીંગ ફન્ટ્રીયર ધ્વારા ડેબીટ કાર્ડ ઇનીશીયેટીવ અંગે બેસ્ટ પરફોમન્સ એવોર્ડ મેળવવા બદલ તથા અટલ પેન્શન યોજનામાં દેશની જિલ્લા સહકારી બેંકોમાં સૌથી વધુ 10000 કરતા વધુ અેકાઉન્ટ ખોલવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

X
Himatnagar - નાબાર્ડના ચીફ જનરલ મેનેજરે સાબરકાંઠા બેંકની મુલાકાત લીધી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App