તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીધાડા પાસે અકસ્માતમાં હિંમતનગરના 6ને ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વારાહી | શનિવારે સાંજે હિંમતનગરનો પટેલ પરિવાર કચ્છ તરફ જઈ રહ્યો હતો. ત્યારે સાંતલપુરના સીધાડા ગામ પાસે આગળ જઈ રહેલ ટ્રક પાછળ ગાડી ઘૂસી જતા તેઓને ઈજાઓ થવા પામી હતી. અકસ્માત સર્જાયો ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટીની ગાડી પસાર થઈ રહી હતી જેના ડ્રાઈવર આશિષ વી પટેલે 108ને જાણ કરી હતી.

તમામ ઇજાગ્રસ્તોને સાંતલપુર અને વારાહીની 108 મારફતે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. સ્વીફ્ટ ગાડી નંબર G J 9 BA 1841 ટ્રક પાછળ ઘૂસી જતાં આગળનો ભાગ તૂટી ગયો હતો. જ્યારે ટ્રકનો ચાલક ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો. બે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર જણાતા મહેસાણા ખાતે ખસેડવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...